Gujarat

માંગરોળના લોએજ ગામે સ્વ. શ્રી લક્ષ્મણભાઈ એ. નંદાણીયા વિવિધલક્ષી સેવાકાર્ય ટ્રસ્ટ દ્વારા સ્વ. લક્ષ્મણભાઇ નંદાણીયા ની ૧૩ મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન તથા સર્વે રોગ મેડીકલ કેમ્પ યોજાય ગયો

સવ. લક્ષ્મણભાઈ નંદાણિયાના સ્મરણાર્થે ૧૦૦ બોટલ બ્લડ તથા ૯૦૦ દર્દીઓએ વિના મૂલ્યે આ કેમ્પનો લાભ લીધો,,
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લાએજ ગામે સ્વ.લક્ષ્મણભાઈ નંદાણિયા વિવિધલક્ષી સેવાકાર્ય ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા તેર વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. જેનો લોએજની આજુબાજુના વિસ્તારના લોકો સારા અને સૌરાષ્ટ્રના નામાંકિત ડોક્ટરો પાંસે દર્દીઓ પોતાના રોગનું વિનામૂલ્યે સચોટ નિદાન કરાવ્યુ હતું
આ કેમ્પની શરૂવાત ટ્રસ્ટ ના પ્રમુખશ્રી જેઠાભાઈ નંદાણિયા તથા ૨વિભાઈ દ્વારા તમામ ડોક્ટર્સ તથા મહેમાનો અને મિત્રોને આવકાર  આપવામાં આવેલ. મંત્રીશ્રી મહેન્દ્રભાઈ નંદાણિયા તથા વેજાભાઈ પીઠીયાએ ટ્રસ્ટ દ્વારા થતાં કાર્યો જેવાંકે અનાજ વિતરણ, ગરીબોને સાધન સહાય, તહેવારોમાં મીઠાઇ વિતરણ, શિક્ષણ સહાય, મેડીકલ સહાય વગેરે બાબતો પર પ્રકાશ પાડ્યો હતો અને શ્રી હીરાભાઈ જોટવાએ સ્વ.લખમણભાઈ સાથેનાં સંસ્મરણો વાગોળ્યા હતા.ત્યારબાદ દિપ પ્રાગટય કરીને કેમ્પને ખૂલ્લો મુકવામાં આવેલ.
આ સર્વરોગ નિદાન કેમ્પમાં વિરનગર શિવાનંદ મિશન દ્વારા મોતિયાની તપાસ કરી ૨૫ લોકોને વિરનગર ઓપરેશન માટે લઈ જવામાં આવેલ ઉપરાંત નેત્રનિદાન, હ્રદ્યયરોગ, ફેફસાં, ડાયાબિટીસ, ચામડી, દાંત, હાડકાં, કાન-નાક-ગળું, બાળરોગ, સ્ત્રીરોગ, આંખની પ્રાથમિક તપાસ અને જનરલ સર્જન વગેરે માટે સૌરાષ્ટ્રના નામાંક્તિ ડોક્ટરર્સની ટીમમાં ડૉ.જતીન સોલંકી, ડૉ.મહેશ નંદાણિયા, ડૉ.યાદવ સાહેબ, ડૉ. આયુષી થાપાણી, ડૉ. નિધિ નંદાણિયા, ડૉ જગમાલ બારડ, ડૉ. દિલિપ ચોચા, ડૉ. પરિતોષ પટેલ, ડૉ.પ્રતિક ટાંક, ડૉ. જગમાલ ઘુંસર, ડૉ.ચિંતન યાદવ, ડૉ. રાહુલ ચાંડેરા, ડૉ.દિપક ચુડાસમા, શ્રી પ્રદીપ અવસ્થી, ડૉ. કેશુર વરૂ, ડૉ. અભિશેક નંદાણિયા વગેરેએ પોતાની ઉમદા સેવા આપી હતી. જેમાં આશરે ૯૦૦ દર્દીઓએ આ સેવાયજ્ઞનો લાભ લીધો હતો.જે તમામને ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી.
અને શિવમ ચક્ષુદાન કેન્દ્ર આરેણા દ્વારા ૧ દેહદાનનું તથા ૧૧ ચક્ષુદાન માટે સંકલ્પ ફોર્મ ભરાયા હતા જેથી મૃત્યુ પછી પણ બીજાને જીવન દાન મળી શકે
આ કેમ્પમાં વધુમાં ખાસ  વોલેન્ટરી બ્લડબેંક (લાઈફ ) રાજકોટની ટીમ દ્વારા આશરે ૧૦૦ થી પણ વધારે બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ. જે તમામ રક્તદાતાઓને ટ્રસ્ટ દ્વારા સ્મૃતિભેટ આપી બીરદાવવામાં આવ્યા હતા.
અને લોકોયે બધુમાં વધુ રક્તદાન કરવું જોઈએ તેવું યુવાનનોને જણાવ્યું હતું
એસડીબી હાઇસ્કૂલમાં યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્વ. લક્ષ્મણભાઈના પુત્ર અને લોએજ ગામના સરપંચશ્રી રવિભાઈ નંદાણિયા અને તેનો પરિવાર અને ગામની યુવાટીમ તથા શાળાના તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20211213-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *