અમરેલીમા લાઠી રોડ પર ઘણા સમયથી તસ્કરોના આંટાફેરા વધી રહ્યાં છે. ત્યારે ગતરાત્રીના ગુરૂદત પેટ્રોલપંપ નજીક ટ્રાન્સપોર્ટના એક વેપારીની પાર્કિંગ કરેલી કારનુ અજાણ્યો તસ્કર ટાયર ચોરી કરીને લઇ ગયો હતો. આ બારામા વેપારીએ તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી સંતકૃપા ટ્રાન્સપોર્ટના વેપારીઅંજુમભાઇ પઢીયારે પોતાની કાર નંબર જીજે 05 સીએલ0121 પાર્કિંગ કરી હતી. ગતરાત્રીના કોઇ અજાણ્યો તસ્કર તેમની કારમાથી એક ટાયર કાઢીને ચોરી કરીને લઇ ગયો હતો. અંજુમભાઇએ ગઇકાલે જ કારના ચારેય ટાયર નવા નખાવ્યા હતા. આ અંગે તેમણે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરતા પોલીસ સીસીટીવી ફુટેજની ચકાસણી સહિત આગળની કાર્યવાહી કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેલાઠી રોડ વિસ્તારમા પાછલા ઘણા સમયથી તસ્કરોના આંટાફેરા વધ્યાં હોય અહી પોલીસ દ્વારા રાત્રીના સઘન પેટ્રાલીંગ કરવામા આવે તેવી માંગ બાયપાસ પર ધંધો કરતા વેપારીઓ દ્વારા કરવામાં આવી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

