રાજકોટ
દિવાળી પહેલા અમદાવાદ શહેરમાં ૧૦૦ ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ જશે. દશેરા સુધીમાં અમદાવાદમાં તમામ લોકોનો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ પૂર્ણ થઈ જશે. શહેરમાં ૫૦ ટકાથી વધુ લોકોના બંને ડોઝ પુરા થઈ જતાં હવે પૂર્ણ વેક્સિનેટેડ છે. જેમના બીજાે ડોઝ બાકી છે તેઓની યાદી તૈયાર કરી વેક્સિન પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની નહિવત શક્યતા વચ્ચે રસીકરણ અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યું છે. જેમાં મોટાભાગના મહાનગરોમાં કોરોના વેક્સિનને લઇને કામગીરીને સઘન બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ ડૉર ટુ ડૉર કોરોના રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. આ ઉપરાંત બહાર જવાથી કોઈ જાેખમ નહીં રહે. આ ઉપરાંત કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન જરૂરી છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટે અલગ અલગ યોજના અને ઘર બેઠા વેક્સિનનો અભિગમ અપનાવ્યો છે. કોરોના વેક્સિનેશન મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તહેવારોમાં લોકો કોરોનાથી સુરક્ષિત રહેશે. જેમાં વરિષ્ઠ નાગરિક, સગર્ભા, દિવ્યાંગોને ઘરે જઈને રસીનો લાભ આપવા માટે આરોગ્ય વિભાગની ૨૪ ટીમ કાર્યરત છે.આ ઉપરાંત જે વ્યકિત વેક્સિન લેવા માંગે છે તેણે મનપાના કોલ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેની બાદ આરોગ્ય વિભાગની ટીમ ઘરે આવીને રસી આપશે.તેમજ વૃદ્ધો, સગર્ભા કે દિવ્યાંગને સરળતાથી ઘરે રસી મળશે.
