Gujarat

રાજ્ય સરકારના ખર્ચે નારગોલથી દાંડી સુધીનો ૧૦ દિવસનો સાગરકાંઠા પરિભ્રમણનો કાર્યક્રમ ડિસેમ્બર-૨૧માં યોજાશે

ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ સાહસિક બને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાગરકાંઠા પરિભ્રમણનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

 

કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે નારગોલથી દાંડી ૧૦ (દસ) દિવસનો સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમ આગામી ડિસેમ્બર-૨૦૨૧માં યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. માત્ર અનુસૂચિત જાતિના યુવક યુવતીઓ કે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૧ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ વિગતો સાથેની પોતાની અરજી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી વલસાડ, રૂમ નં-૧૦૬, જુની ટેલીફોન એક્ષચેન્જ, હાલર રોડ, વલસાડ-૩૯૬૦૦૧ ને તા. ૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે.

 

(૧) પુરા નામ/સરનામાની પ્રમાણીત નકલ સામેલ કરવી (ર) જન્મ તારીખના પ્રમાણપત્રની નકલ સામેલ કરવી (૩) શૈક્ષણિક લાયકાત/વ્યવસાય અંગેની માહિતી (૪) પર્વતારોહણ,એન.એ.સી., એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ, હોમ ગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત (૫) વાલીનો સંમતી પત્ર(૬) શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર (૭) તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી (૮) અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્રસાથે અરજી કરવા જણાવવામાં આવે છે.

 

અધુરી વિગતો વાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ યુવક-યુવતીઓને જ આ બાબતની જાણ કરવામાં આવશે આ માટે કોઈ પત્ર વ્યવહાર કે વાદવિવાદ કરી શકાશે નહીં તેમ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *