Gujarat

રાણપુરમાં સરપંચના ૭ ઉમેદવારોમાંથી ૫ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ૨ ઉમેદવારો વચ્ચે સીધો જંગ ગ્રામ પંચાયતના ૧૮ વોર્ડમાંથી ૬ સભ્યો બિનહરીફ થતા હવે ૧૨ વોર્ડ માં ચુંટણી યોજાશે.

ગ્રામ પંચાયતની ચુંટણી નો ધમધમાટ શરૂ થઈ ગયો છે.ત્યારે આગામી ૧૯ ડીસેમ્બરના રોજ રાણપુર ગ્રામ પંચાયતની ચુંટણી યોજાનાર છે જેમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ માટે ૭ ઉમેદવારી પત્રો ભરાયા હતા.જેમાં તારીખ ૭ ડીસેમ્બર ના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતીમ તારીખ હોય ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ માટેના ભરાયેલા ૭ ફોર્મમાંથી ૫ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ૨ ઉમેદવારો વચ્ચે સરપંચ બનવા માટે સીધો જંગ ખેલાશે.ભાજપ પ્રેરિત પેનલના સરપંચના ઉમેદવાર મંગળાબેન કાંતીલાલ ટોકરાળીયા અને કોંગ્રેસ પ્રેરિત પેનલના સરપંચના ઉમેદવાર ગોસુભા જીવુભા પરમાર વચ્ચે હવે સરપંચ માટે સીધો જંગ જામશે.જ્યારે રાણપુર ગ્રામ પંચાયતના ૧૮ વોર્ડમાંથી ૬ વોર્ડ બિનહરીફ થતા હવે ૧૨ વોર્ડ ની ચુંટણી યોજાશે.કોંગ્રેસ પ્રેરિત પેનલના વોર્ડ નં-૫ માંથી પરવેજ ઈકબાલભાઈ કોઠારીયા,વોર્ડ નં-૧૦ માંથી ઈન્દુબા ભરતસિંહ પરમાર,વોર્ડ નં-૧૧ માંથી પ્રવિણબા દિગ્વિજયસિંહ પરમાર,વોર્ડ નં-૧૭ માંથી રાજુબેન દિનેશભાઈ મકવાણા,વોર્ડ નં-૧૮ માંથી હસુબેન મુકેશભાઈ પરમાર તથા ભાજપ પ્રેરિત પેનલમાંથી વોર્ડ-૧૫ માંથી કંકુબેન લાલજીભાઈ પારગી બિનહરીફ વિજેતા થયેલ છે.હવે ૧૯ ડીસેમ્બરે ૧૮ વોર્ડમાંથી ૧૨ વોર્ડ ની ચુંટણી યોજાશે.જ્યારે રાણપુર તાલુકાની ૩૧ ગ્રામ પંચાયતમાંથી દેવગાણા,વેજલકા,બુબાવાવ ૩ ગ્રામ પંચાયત સમરસ થતા હવે રાણપુર તાલુકામાં ૨૮ ગામો માં ચુંટણી યોજાશે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *