ગાંધીનગર
રાજ્યના પાટનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને સિક્યોરીટી એન્ડ સાયન્ટિફિક ટેકનિકલ રિસર્ચ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નાના હથિયારો અને ભારતીય ઇકો સિસ્ટમ અંગે એક સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ હથિયારોનું પ્રદર્શન પણ યોજાયું હતું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને સિક્યોરીટી એન્ડ સાયન્ટિફિક ટેકનિકલ રિસર્ચ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સુરક્ષા઼ના મામલે દેશને આત્મ ર્નિભર બનાવવાની પહેલના ભાગરૂપે નાના હથિયારો અને ભારતીય ઇકો સિસ્ટમ અંગે યોજાયેલા સેમિનારમાં ભારતમાં નિર્મિત હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પિસ્તોલ, કાર્બાઇન, રાઇફલ્સ, એલએમજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ પ્રકારની બુલેટની વિશેષતા અને તેના વર્ગીકરણ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. નોંધનીય બાબત છે કે આ તમામ હથિયારો દેશમાં બન્યા હોવાથી હવે ભારત હથિયારોના ક્ષેત્રમાં પણ આર્ત્મનિભર બન્યો છે. ત્યારે આગામી દિવસોમાં સંશોધન પર ભાર મુકીને વઘુ આધુનિક આર્મ્સ મટિરીયલ તૈયાર કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. લેફ્ટનન્ટ કર્નલ બંસોડ તેમજ કાયદો અને વ્યવસ્થાના એડીજી નરસિંમ્હા કોમર હાજર રહ્યા હતા. આર્ત્મનિભર ભારતના સૂત્રને પગલે અન્ય ક્ષેત્રોની જેમ દેશની સુરક્ષા માટે પણ ભારતમાં હથિયારો બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી દેશની સુરક્ષા માટે અમુક હથિયારો વિદેશથી આયાત કરવામાં આવતા હતા. પરંતુ વડાપ્રધાનની દીર્ઘ દ્રષ્ટિથી હવેથી ભારતમાં જ હથિયારો બનાવવામાં આવી રહ્યાં છે.
