સુરેન્દ્રનગર
કચ્છના નાના રણમાં કૂડાથી ૧૦ કિ.મી.દૂર વેરાન રણમાં ફરીવાર ૫ હજાર ઇંડા અને ૩૦ હજાર જેટલા બચ્ચાઓ સાથે ૪૦ હજારની અનોખી માળા વસાહત જાેવા મળી હતી. જેના પગલે અભ્યારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખ્યો હતોનોંધનીય છે કે સુરખાબ સમૂહમાં માળા બનાવે છે અને ચારે બાજુ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી ૪૦થી ૪૫ ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડા મૂકે છે. જેથી સંવનન બાદ બચ્ચા નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાઓને ઉડતા શીખવાડી ચોમાસા બાદ બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરે છે. કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની લાઇનબધ્ધ અનોખી માળા વસાહત જાેવા મળતા અભ્યારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમનો રણમાં પડાવ નાંખી સવિસ્તૃત માહિતી મેળવી હતી. દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. વધુમાં રણમાં અસ્તિત્વ ધરાવતાં ૭૪ જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યા છે. થોડા સમય અગાઉ ઝીંઝુવાડાના નાગબાઇ રણમાં સુરખાબનું નેસ્ટીંગ જાેવા મળ્યું હતુ. પરંતુ રણમાં ભારે વરસાદના પગલે નેસ્ટીંગ ફેઇલ થયુ હતુ. ત્યારે ફરીથી માળા વસાહત જાેવા મળતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાંખ્યો હતો.


