Gujarat

વલસાડમાં આપ કાર્યકરના આમરણાંત ઉપવાસ

વલસાડ
રાજ્યમાં ગૌણ સેવા પસંદગી સમિતિ દ્વારા હેડકલાર્કની પરીક્ષાના પેપર લીક થવાની ઘટનામાં પરીક્ષાર્થીઓને થયેલા નુકસાન મુદ્દે વળતર આપવાની માગ સાથે વલસાડમાં આમઆદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી નિમેષ સોલંકી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે.આ ઉપરાંત જિલ્લા પ્રમુખ જીતુ દેસાઇ અને પ્રચાર મંત્રી શૈલેષ ત્રિપાઠી સોમવારે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા.આમઆદમી પાર્ટી દ્વારા સમિતિ અધ્યક્ષના રાજીનામાની માગ અને પરીક્ષાર્થીઓને સરકાર દ્વારા વળતર આપવાની માગણી કરવામાં આવી છે.વલસાડમાં આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી હેડકલાર્કની પરીક્ષના પેપર લીક કેસમાં પરીક્ષાર્થીઓને વળતરની માગ સાથે કાર્યાલય ખાતે જ આમરણાંત ઉપવાસે ઉતર્યા છે.આ સાથે આપના જિલ્લા પ્રમુખ પણ પ્રતિક ઉપવાસ પર બેઠા હતા.જેમાં ગૌણ સેવા સમિતિના અધ્યક્ષના રાજીનામાની માગ કરવામાં આવી છે.

Fasting-till-death-of-AAP-worker.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *