મુંબઈ , તા.૨૯
ભારતીય ટીમે યજમાન સ્પેનને ૨.૫-૧.૫ના સ્કોરથી હરાવીને ફિડે વર્લ્ડ વિમેન્સ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ વિજય હાંસલ કર્યો હતો. પ્રથમ રાઉન્ડમાં અઝરબેજાન સામે ૨-૨થી ડ્રો કર્યા બાદ ભારતની વિમેન્સ ટીમે ગ્રૂપ-એમાં બીજાે મુકાબલો જીત્યો હતો. ભારતની આર. વૈશાલીએ સ્પેનની સાબરીના વેગા ગુટિરેઝને હરાવી હતી. ટીમની નંબર-વન ખેલાડી દ્રોણવલ્લી હરિકાએ સ્પેનની એન્ના એમ સામેની મેચ ડ્રો કરી હતી. ભક્તિનો મારિયા ફ્લોરિસ અને મેરી ગોમ્સનો માર્ટા ર્ગાશિયા ર્માટિન સામેની મેચ ડ્રો રહી હતી. અન્ય મુકાબલામાં રશિયાએ ફ્રાન્સને ૩.૫-૦.૫થી પરાજય આપ્યો હતો. આર્મેનિયા અને અઝરબેજાનનો મુકાબલો ૨-૨થી ડ્રો રહ્યો હતો.


