Gujarat

વિસણવેલ ખાતે રેડ ક્રોસ દ્વારા થેલેસેમીયા અવેરનેશ એન્ડ પ્રિવેન્સન પ્રોગ્રામ યોજાયો  

ગિરગઢડા
   ભરત ગંગદેવ.
 તારીખ ૧૫/૧૨/૨૦૨૧ના રોજ વિસણવેલ(ગડુ – શેરબાગ) ખાતે સૌરભ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ યોજાઇ ગયો. જેમા  ૧૧૦ વિધાર્થીઓ/વિધાર્થીઓના બ્લડ સેમ્પલ લેવાયા હતા.
થેલેસેમીયા અંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેનશ્રી કિરીટભાઇ ઉનડકટે પોતાના વક્તવ્ય દ્વારા માર્ગદર્શન આપેલ હતું. ચેરમેનશ્રી કિરીટભાઇની સાથે આ કાર્યક્રમમાં રેડ ક્રોસ ટીમના સભ્યો કમલેશ ફોફંડી,  અનિષ રાચ્છ અને મહેન્દ્ર પારેખ સેવામા જોડાયા હતા. સૌરભ કોલેજના સંચાલક ડો.માનસિંહ કેશોદા, પ્રિન્સીપાલ  ભીખાભાઇ સોલંકી, અધ્યાપક  ઓ ડો.ધર્મેશભાઇ ખાનપરા, વિજયભાઇ, દિનેશભાઇ અને  મૌલિકભાઇ મેઘનાથી થેલેસેમીયા કેમ્પની વ્યવસ્થામા સતત સાથે રહ્યા હતા.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાંચ તરફથી તબીબી ટીમમાં અમિત  વાસ્તવ અને અરવિંદ કાલીયા રાજકોટથી સેવા આપવા ઉપસ્થિત રહ્યા હતા
Attachments area

IMG-20211215-WA0565.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *