Gujarat

વેરાવળ ના સીનીયર સીટીઝન સોસાયટી ના સભ્ય અને પત્રકારી ક્ષેત્ર પ્રતિષ્ઠીત નામના ધરાવતા  કીશોરભાઈ જમનાદાસભાઈ કક્કડ એ પોતના 66 વર્ષ પુર્ણ કરી 67 મા  જન્મ દિવસની ઉજવણી શ્રી રામ ગૌ સેવા મંડળ ના સભ્યો સાથે વેરાવળ ના પાંજરાપોળ ખાતે ગૌ વંશ ને ખોળ, કપાસ, ભુશુ, લોટ, તલ, દાળીયા, તેલ, લીલો ચારો મિક્ષત લાપસી બનાવિ ગૌ માતા ને પિરસાવિ ધન્યતા અનુભવી હતી. 

 ગિરગઢડા
 ભરત ગંગદેવ..
વેરાવળ ના સીનીયર સીટીઝન સોસાયટી ના સભ્ય અને પત્રકારી ક્ષેત્ર પ્રતિષ્ઠીત નામના ધરાવતા  કીશોરભાઈ જમનાદાસભાઈ કક્કડ એ પોતના 66 વર્ષ પુર્ણ કરી 67 મા  જન્મ દિવસની ઉજવણી શ્રી રામ ગૌ સેવા મંડળ ના સભ્યો સાથે વેરાવળ ના પાંજરાપોળ ખાતે ગૌ વંશ ને ખોળ, કપાસ, ભુશુ, લોટ, તલ, દાળીયા, તેલ, લીલો ચારો મિક્ષત લાપસી બનાવિ ગૌ માતા ને પિરસાવિ ધન્યતા અનુભવી હતી.  પરીવારજનો, સ્નેહજનો, મિત્રો, સીનીયર સીટીઝન સોસાયટી મેમ્બર્સ, પાંજરાપોળ ના ટ્રસ્ટીઓ એ શુભકામનાઓ પાઠવી સાથે અલ્પાહાર કરી ઉજવણી કરવામાં આવી હતી જે પોસ્ટ સોશીયલ મીડીયા મા વાયરલ થતા દરેક સમાજ ના આગેવાનોએ પણ શ્રી કીશોભાઈ ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી
આ તકે પાંજરાપોળ ના ટ્રસ્ટી,  નવિનભાઇ શાહ, તથા સીનીયર સીટીઝન સોસાયટી ના પ્રમુખ  શ્યામભાઈ નથવાણી, તેમજ દીપકભાઈ ટીલાવત, હસમુખભાઈ અઢીયા, પ્રવિણભાઇ ઠાકર, સાથે સેવાભાવી આગેવાનો મહેશભાઈ રાજપોપટ, દીનેશભાઈ રાયઠઠ્ઠા, મુકેશભાઈ ચોલેરા, અનિષ રાચ્છ વિગેરે આગેવાનો ઉપસ્થિત મા સેવાકીય જન્મ દિવસ નિ ઉજવણી ના સાક્ષી બનયા હતા,
અત્રે ઉલ્લેખનીય છે કે વેરાવળ પાંજરાપોળ ખાતે  રામ ગૌ સેવા મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર રવિવારે બપોરે 04 00 કલાકે આવિજ રીતે ખોળ, કપાસ ભુશુ લોટ તલ દાળીયા તેલ, લીલો ચારો મિક્ષત લાપસી બનાવિ ગૌ વંશને પીરસવામાં આવે છે જેમા વેપારીઓ, પોલીસ વિભાગ, વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા જ્ઞાતિ આગેવાનો ના માશીક આર્થીક સહયોગ ના અનુદાન થી આ સેવા અવરીતપણે ચાલે છે આ ગૌ સેવા મા નગરજનો તન મન અને ધનથી લાભ લેવા શ્રી રામ ગૌ સેવા મંડળ વતિ ગૌ સેવક મહેશભાઈ રાજપોપટ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો હોવાનું અનિષ રાચ્છ સોશીયલ એક્ટીવિસ્ટ ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Attachments area

IMG-20211215-WA0569.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *