પાટણ,
રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા તમામ ગરીબ લાભાર્થીઓને પોતાનું આવાસ મળે તે માટે વિનામૂલ્યે પ્લોટ આપવા અગ્રતા અપાઈ રહી છે, ત્યારે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેન્ડ કમિટીની બેઠક બોલાવી અને પાત્રતા ધરાવતા જરૂરીયાત મંદ લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરવામાં આવી રહી છે. આ રાત્રી સભામાં તાલુકા વિકાસ અધિકારી એઝાઝ રાજપરા, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રેખાબેન નાયક, ગામના સરપંચ, તલાટી, તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કર્મચારીઓનું સન્માન કરાયું, ગ્રામજનોને સજીવ ખેતી તરફ આગળ વધવા અપીલ કરાઈ ગામમાં સ્વચ્છતા જળવાય તે હેતુથી લાભાર્થીઓને સ્વચ્છતાના સાધનો અર્પણ કરાયા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિધ્ધપુર તાલુકાના ખોલવાડા ગામે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના અધ્યક્ષસ્થાને રાત્રી ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત પ્લોટની સનદ આપવામાં આવી હતી. ખોલવાડા ખાતે રાત્રી સભાને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ કોરોના પ્રતિરોધક રસીકરણ પર ભાર મૂક્યો હતો. સાથે જ ઈ-શ્રમ કાર્ડની માહિતી આપી અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારોને રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો. તેમણે મહામહિમ રાજ્યપાલ દ્વારા પ્રેરીત પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી ગ્રામજનોને સજીવ ખેતી તરફ આગળ વધવા અપીલ કરી હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાં સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ જરૂરી માર્ગદર્શન આપી લાભાર્થીઓને સ્વચ્છતાના સાધનો અર્પણ કર્યા હતા, સાથે જ ગામને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા પણ અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પેટા આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ રસીકરણની સમીક્ષા કરી હતી અને રસીકરણની સારી કામગીરી બદલ આરોગ્ય કર્મચારીઓનું સન્માન કર્યું હતું.
