સુરત
સુરતમાં ઓમિક્રોનના કેસ નોધાતા પાલિકા સતર્ક બની છે. ઓમિક્રોન પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.પાલિકા દ્વારા બહારથી આવનારા તથા શાળા કોલેજમાં પણ ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર પાલિકા દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે.સુરતમાં ઓમિક્રોનના કેસ નોધાતા પાલિકા સતર્ક બની છે. કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. ગતરોજ શહેર-જિલ્લામાં કોરોનાના ૫૨ કેસ નોંધાયા છે. કોરોના કેસમાં ઉછાળો આવતાં સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. શહેરમાં ૫૨ અને જિલ્લામાં ૦૦ કેસ સાથે વધુ ૫૨ કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૩૮૦ થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. મંગળવારે શહેરમાંથી ૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ૧૪૨૦૭૦ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૯૨ નોંધાઈ છે.


