સુરત
સુરતમાં એરપોર્ટ પર પણ મુસાફરોની સંખ્યા વધી છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે મુસાફરોની સંખ્યા ૮૦ હજારની નજીક પહોંચી છે. માત્ર સપ્ટેમ્બરમાં જ ૨૦ હજાર મુસાફરો નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં કુલ ૮૧૮ ફ્લાઇટ સુરતથી ઉડી હતી. આવનારા દિવસોમાં મુસાફરોની સંખ્યામાં હજી વધારો નોંધાશે એવું એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. રેલવેએ પુણે અને ભગત કી કોઠી વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. ટ્રેન નં ૦૧૨૪૯ વીકલી સ્પેશિયલ ૨૨ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર, ૨૦૨૧સુધી પુણેથી શુક્રવારે રાત્રે ૨૦.૧૦ વાગ્યે ઉપડી. બીજા દિવસે રાત્રે ૧૯.૫૫ વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. ટ્રેન નં ૦૧૨૫૦ ભગત કી કોઠી – પુણે સ્પેશિયલ ૨૩થી ૨૦ નવેમ્બર સુધી શનિવારે રાત્રે ૨૨.૨૦ વાગ્યે ભગતની કોઠીથી રવાના થશે અને બીજા દિવસે રાત્રે ૧૯.૦૫ વાગ્યે પુણે પહોંચશે.બંને દિશામાં આ ટ્રેન લોનાવાલા કલ્યાણ. વસઈ રોડ, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમલ, મોદ્રાન, જાલોર, મોકલસર, સમદદી અને લુની સ્ટેશનો ખાતે ઊભી રહેશે. રેલવે સ્ટેશન પર માર્ચ ૨૦૨૦ બાદ પહેલીવાર મુસાફરોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. હવે રોજના અંદાજે ૮૦ હજાર મુસાફરો નોંધાઈ છે. આ આંકડો દિવાળીના એકદમ નજીકના દિવસોમાં ૧ લાખ પર પહોંચી જશે એવી સંભાવના છે. હવે સુરત રેલવે સ્ટેશને લગભગ ૨૦૦ ટ્રેનો સ્ટોપેજ લેતી થઇ ગઈ છે. દિવાળીને ધ્યાને લઈને મુસાફરોએ અલગ અલગ ટ્રેનોમાં એડવાન્સ બુકીંગ પણ કરાવી દીધા છે. લાંબા અંતરની કેટલીક ટ્રેનો તો અત્યારથી જ હાઉસફુલ થઇ ચુકી છે. કોરોના પહેલા સ્ટેશનની આવક પશ્ચિમ રેલવેના રાજકોટ અને અન્ય કેટલાક ડિવિઝનથી પણ વધુ હતી.
