Gujarat

અમરેલીમાં મોટો ખેલ થતાં થતાં રહી ગયો, LCBએ 251 બોટલ વિદેશી દારુ ભરેલી કાર ઝડપી પાડી

તહેવારની સીઝન શરુ થતા જ ચોરી, લુંટફાટ અને અનેક ગુનાઓનો ધમધમાટ પણ ચાલુ થઇ ગયો છે. ત્યારે અમરેલી તાલુકાના ટીંબલા ગામમાંથી LCBએ ૨૫૧ બોટલ વિદેશી દારુ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ રૂપિયા ૫૨,૨૬૦ની ૨૫૧ બોટલની સાથે કારના કુલ રૂપિયા ૧,૫૦,૦૦૦ મળી કુલ ૨,૦૨,૨૬૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

દિવાળીના તહેવારને લઈને ગુજરાત પોલીસ અનેક ગુનાઓને ડામવા સતર્ક બની છે. તેમજ ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસ વોચ રાખી રહી છે. ત્યારે અમરેલી તાલુકાના ટીંબલા ગામમાં દારૂની હેરાફેરી કરવાના ઇરાદે કારમાં ભરેલો ભારતીયબનાવટનો વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા એલસીબી ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.

ગામના રહીશ અજય કસુભાઈ વાળાપોતાની કારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી દારુ અને કાર સહિત મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જો કે આરોપી હાજર ન હોવાને કારણે અમરેલી એલસીબી ટીમ દ્વારા તાલુકાપોલીસ સ્ટેશનને આ મુદ્દામાલ સોંપી દેવામાં આવ્યો છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20211021_180156.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *