ઊનાના ઉમેજ ગામે પોલીસ સંભારણા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળામાં શહીદ જવાન એસ. આર.પી. મેન અલ્લારખાભાઈ ઉનડજામના સમાર્કની સામે પરેડ કરી સલામી આપવામાં આવેલ અને પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ હતું. વર્ષ 2002 ની સાલમાં ગાંધીનગરના જગવિખ્યાત અક્ષરધામ મંદિરમાં તા. 24/09/2002 ના રોજ આંતકવાદી હુમલો થયો હતો. તેમાં ઊના તાલુકાના ઉમેજ ગામના એસ. આર.પી. મેન અલ્લારખાભાઈ ઉનડજામે એક મુસ્લિમ સમાજનો દીકરો હોવા છતાં હિન્દુઓનું મંદિર બચાવવા જાનની બાજી લગાવી શહીદી વહોરી હતી. આ તકે શહીદ વીર જવાન અલ્લારખાભાઈ ઉનડજામ માન સન્માન નિમિત્તે ઊના તાલુકાના પોલીસ સ્ટેશન ના પી. એસ. આઇ ચુડાસમા સહીતનો સ્ટાફ, ગામના સરપંચ મનસુખભા ગોહિલ, ગ્રામ પંચાયતના સભ્યો, ઉમેજ ગામના મુસ્લિમ આગેવાન મુન્નાભાઈ ઉનડજમ, રહીમભાઈ ઉનડજામ, અલ્લારખભાઈ ઉનડજામ, તેમજ શહીદ વીર અલ્લરખભાઈના પરિવાર અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિતી રહ્યા હતા.


