Gujarat

કામરેજ નાગરિક બેંકમાં ચોરો ઘુસ્યા પણ સાયરન વાગતાં ખાલી હાથે ભાગ્યા

સુરત
કામરેજ રોડ પર આવેલી બસેરા સોસાયટીમાં કાયૅરત કામરેજ નાગરિક બેંક (મંડળી)માં તા.૨૭મી ડિસેમ્બરની રાત્રે બે ચોર ઇસમો ચોરી કરવાનાં ઇરાદે ઘુસ્યા હતા. પરંતુ બેંકમાં લગાવેલ ઓટોમેટીક સાયરન વાગતા બન્ને ચોરો ચોરી કરવાનું પડતું મૂકી મંડળીનાં પાછળનાં ભાગેથી ભાગી છૂટ્યાં હતાં. જેને સોસાયટીનાં રહીશોએ ભાગતા જાેયા હતા. મંડળીનાં પ્રમુખ મનીષભાઇ પરભુભાઇ પટેલને જાણ કરતા મનિષભાઇએ મંડળીનાં મેનેજર અલ્પેશકુમાર જયંતિભાઇ શાહને જાણ કરતા તેઓ તથા મંડળીનાં બીજા ડિરેકટરો તરત જ પહોંચી ગયા હતા. મેનેજર અલ્પેશભાઈ જયંતિભાઇ શાહે મંડળી ખોલી અંદર પ્રવેશતા ઓફિસનો મુખ્ય દરવાજાે ખુલ્લો હતો. તેમજ ટેરેસનાં ઉપરનો દરવાજાનોં નકુચો કોઇ સાધન વડે તોડી મંડળીમાં ઘુસ્યા હોવાનું લાગી રહ્યું છે. મંડળીમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બે ચોર ઇસમો મંડળીનાં ટેરેસનાં ભાગેથી દાદર મારફતે મંડળીમાં આવતા કેમેરામાં દેખાઇ છે. તેમજ મંડળીમાં લગાવેલો કેમેરો એક ઇસમ ફેરવતો દેખાઇ છે, જેણે સફેદ ટ્રેક શુટ તથા કાળુ માસ્ક પહેરેલ છે. જ્યારે બીજા ચોરના ફક્ત પગ દેખાઇ છે. મંડળીમાં તપાસ કરતા નાણાની કે સાધનની ચોરી થઇ નથી. ફક્ત ચોરીનો પ્રયાસ થયો છે. મેનેજર અલ્પેશ શાહે બંને ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.સુરતના કામરેજ તાલુકાના બસેરા સોસાયટી ખાતે કાર્યરત કામરેજ નાગરિક મંડળીમાં સોમવારની રાત્રિએ બે તસ્કરો ચોરીના ઈરાદે ઘુસ્યા હતાં. પરંતુ, બેંકમાં લગાવેલી ઓટોમેટિક સાયરન વાગી જતાં તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું હતું. જે અંગેની જાણ બેંકના પ્રમુખને થતાં ઘટના સ્થળે પહોંચી બેંકમાં તપાસ કરી કામરેજ પોલીસમાં ચોરીની નિષ્ફળ પ્રયાસની ફરિયાદ નોધાવી હતી.

The-smugglers-broke-in-with-the-intention-of-stealing.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *