વડોદરા
વિશાળ સાયકલ રેલી યોજીને આઝાદી અમૃત પર્વમાં વડોદરાવાસીઓને જાેડવા માટે શહેર પોલીસને અભિનંદન આપ્યાં હતાં. ગુજરાત પોલીસ આવા વિવિધ કાર્યક્રમો યોજીને આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં રાજ્યની લોક શક્તિને જાેડશે. કોવિડ અટકાવતી તમામ તકેદારીઓ પાળીને, સુરક્ષિત નવરાત્રી ઉજવીએ, આ રોગ સામેનો જંગ સહુ સાથે મળીને જીતીએ એવી અપીલ કરી હતી. ગુજરાત પોલીસ તમામ પ્રકારે લોકસુરક્ષા જાળવવા માટે સંકલ્પ બધ્ધ છે. આ સાયકલ રેલી માં મેયર, અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.આ દરમિયાન તેમણે કોવિડ સામેની લડાઇ હજુ ચાલુ છે અને એ જંગ જીતવાનો છે. ગુજરાતના નાગરિક તરીકે સહુ સાથે મળીને કોવિડ સુરક્ષિત નવરાત્રી ઉજવીએ તેવો અનુરોધ કર્યો હતો. તો બીજી બાજુ ગૃહરાજ્યમંત્રી મેયર તથા અન્ય આગેવાનો માસ્ક વિનાના સાયકલ રેલીમાં જાેડાયેલા હોવાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
