Gujarat

જેતપુરના પાસેના જેતલસર ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ.

જેતપુર નજીકના જેતલસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વનરાજે આંટાફેરા શરૂ કરતા લોકોમાં ભય અને ફફડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રે વાડી ખેતરે જતા ખેડૂતો ડરી રહ્યા છે. સિંહોના આટા ફેરાથી જીવનું જોખમ ઉભું થયું છે આથી આ વિસ્તારમાં દેખાતા વનવિભાગ દ્વારા સિંહોને જંગલ તરફ પરત મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
જેતપુરના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં બે સિંહણ અને એક સિંહની ટોળકી વારંવાર દેખાઈ રહી આ વિસ્તારમાં ઘણા સમયથી સિંહોનો વસવાટ સ્થિર થઇ રહ્યો છે.ખાસ કરીને આરબ ટીંબડી પીપળવા,થાના ગલોળ,ભેડા પીપળયા,જેતલસર સહીતના ગામની સીમ વાડીઓમાં કેટલાક સમયથી સિંહ સહિતના રાની પશુઓની અવરજવર વધી છે. હવે આ સિંહ વનવિભાગના અનામત વિસ્તારમાંથી રેવન્યુ વિસ્તારમાં ગામડાઓમાં,ઓચિંતા આવીને અને પાલતુ પશુઓને નિશાન બનાવે છે.
આ વિસ્તારમાં સ્થાયી થયેલ એકલદોકલ સિંહ અવારનવાર તે સીમવાડી વિસ્તારમાંથી શિકારની શોધમાં જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કરતાં નજરે પડે છે. જેના લીધે ખેડૂતો પશુપાલકો અને ગ્રામજનો ડરથી ભયભીત બન્યા છે. આ વિસ્તારનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે. જેમાં સીમ વાડીઓમાં ખાસ કરીને સાંજના સમય પછી ઘરની બહાર નીકળતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે.રાત્રીના સમયે આ વિસ્તાર બહાર નીકળવામાં જોખમી બની રહ્યો છે.
વન વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચ્યો હતો સાવજ ત્રિપુટીની પાછળ જ છે. સાવજોને પકડવા અથવા તેવી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી, પરંતુ એના લોકેશન ટ્રેસ કરતા રહીને ગતિવિધિ પર વોચ રાખવામાં આવી રહી છે.
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *