જેતપુર મધ્યમાં આવેલ અમનરગર રોડ ઉપર આવેલ પટેલ નગરમાં નવીન બની રહેલ મકાનની બાજુ નું જૂનું મકાનનો ભાગ એક સાઈડ ધરાશયી થતાં સદનસીબે પરિવારનો બચાવ થયો હતો. સ્થાનિકોએની જાગૃતતાથી તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરી ઘરના સભ્યોને બહાર કાઢી લેતા જાનહાની ટળી હતી.
આ અંગે ની હકીકત એવી છે કે જેતપુર શહેરના અમનગર વિવેકાનંદ સ્કૂલ પાછળ આવેલ પટેલ નગરમાં નવીન બની રહેલ મકાનનું પાયા ખોદવાનું કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બાજુ માં આવેલ રણજીતભાઈ ગભરુભાઈ વાંકના બે માળનું મકાનનું એક સાઈડ એકાએક ધરાશયી થતા આસપાસ ના રહીશો દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી તંત્ર ને જાણ કરતા તાત્કાલિક 108 આવતા બચાવ કામગીરી હાથ ધરી પરિવારના સભ્યોને બહાર કાઢી પરિવારના વૃદ્ધાને છાતીમાં ગભરામણ થતા તાત્કાલિક સારવાર જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યારે ઘટનામાં હજુ થોડા દિવસો પહેલાજ રણજીતભાઈ ના દીકરાના લગ્ન થયા હોવાથી તમામ કરિયાવરનો સામાન એક રૂમમાં રાખ્યો હતો તેજ ભાગ ધરાશાયી થતા તમામ સામાન કાટમાળ હેઠળ દબાયો હતો. આ ઘટના ની જાણ થતાં વહીવટી તંત્ર સ્થળ પર દોડી આવેલ
જેતપુર શહેર નો મધ્યભાગ બિલ્ડરો માટે ઘી કેળા સમાન બની ગયો છે આ વિસ્તાર માં તો જાણે બાંધકામો નો રાફડો ફાટ્યો છે જ્યાં જુવો ત્યાં વગર પરમિશને તોતિંગ ને તોતિંગ મકાનો આકાર લઈ રહી છે ત્યારે આવી કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવી શહેરીજનો ની બૂમ ઉઠવા પામી હતી
હરેશ ભાલીયા જેતપુર


