Gujarat

ધ્રાંગધ્રા સરકારી ગોડાઉનના પેટા કોન્ટ્રાકટર “અબજલ” ને ફરીયાદથી અળગો રાખવા આખુય પુરવઠા વિભાગ મેદાને.

( ગોડાઉન સીલ ને 5 દિવસ જેટલો સમય છતા ફરીયાદ નહિ થતા અનેક તકઁ-વિતઁક )
ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રાનાં ખાનગી ગોડાઉન સીલ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઉત્તમ કામગીરી બતાવી મહેનત સાથે શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં પુરવઠા વિભાગને જાણ કરાતા પરાણે સીલ કરવાની કામગીરી થઈ હોય એવી શંકાઓ હાલ સેવાઈ રહી છે. ગોડાઉન સીલ મામલામાં ફરિયાદ થી અળગું બનેલું પુરવઠા તંત્ર જાણી જોઇને ધૃતરાષ્ટ્ર જ બની રહેશે કે આંખ ખોલી ને પોલીસે કરેલ મહેનત સામે પોતે પણ આત્મચિંતન કરશે એ દિશામાં સૌ ની મીટ મંડાયેલી છે. ટોક ઓફ ઘી ટાઉન બનેલા આ કિસ્સામાં સાંપ પરાણે છછૂંદર ગડકી ગયો હોય એવા શબ્દો સાથે સામાજિક કાર્યકરો ધ્રાંગધ્રા પુરવઠા વિભાગને હાંસી ને પાત્ર બનાવી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા પોલીસે સુંદર કામગીરી દાખવી ને સમગ્ર મામલો શહેરીજનો સમક્ષ બહાર આવ્યો છે બાકી આ બધું વર્ષો થી આમ જ ચાલું છે પણ આજ દિન સુધી એક પણ ઉદાહરણ પાત્ર કામગીરી જોવા મળી નથી. ગોડાઉન મેનેજર નાં જવાબ ને ગ્રાહ્ય રાખી સમગ્ર પ્રકરણ ને સંકેલી ને અનાજ સરકારી નથી એવો જિલ્લા પુરવઠા તંત્ર ને રિપોર્ટ આપી દેવાયો છે. ખાનગી ગોડાઉન સીલ મામલે ધ્રાંગધ્રા સરકારી અનાજના પેટા કોન્ટ્રાકટર અબજલ નું નામ ખુલ્યું હોવા છતાંય માત્ર એને એક ને બચાવવા કે તેં એક નામ પાછળ બીજા નામો ન ખુલે એ બીકે કોઈ પણ ભોગે મામલા ને રફેદફે કરવાના કારનામા રમાઈ ચુક્યા છે. વિશ્વનીય સૂત્રો આવી હાટડીઓ ધ્રાંગધ્રા આજુબાજુના બીજા રોડ ઉપર પણ ધમધમે છે જેથી કાળાબજારીઓનું કાળું કારનામુ અવિરત ચાલું રહે અને મિલબાટ કે મલાઈ વહેંચાતી રહે એવા વિચારોથી હાલ આ પ્રકરણ ને ઢાંકવા નીચે થી ઉપર સૌ એક બન્યા છે. ઉચ્ચ વહીવટી તંત્ર તટસ્થ તપાસ કરીને જે ગુનેગારો સામે આવે એમના ઉપર ઉચિત કડક પગલાંઓ લે તેં આ તકે જરૂરી થઈ બન્યું છે.
3 Attachments

IMG-20211124-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *