નડિયાદ
નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભૂમાફિયા ભાનુ ભરવાડે બિલોદરા ચોકડી પાસે ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ ઉભું કરવા બદલ જિલ્લા કલેક્ટરે ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. જાેકે, પોલીસની ધરપકડથી બચવા માટે ભાનુ ભરવાડ નાસતો ફરતો હતો. નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભૂમાફિયા ભાનુ ભરવાડ સામે લેન્ડગ્રેબિંગના નોંધાયેલા ગુના બાદ પોલીસે ૧૧૧ દિવસ બાદ તેની ધરપકડ કરી હતી. ભાનું ભરવાડે જામીન પર છૂટવા માટે નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જે જામીન અરજી નડિયાદની કોર્ટે ફગાવી દીધી છે. ભાનુ ભરવાડે જામીન પર છૂટવા માટે નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી કોર્ટમાં સરકારી વકીલ યુ.એ.ઢગટ એવી દલીલ કરી હતી કે આરોપીએ બીલોદરા ગામની સીમમાં આવેલ સર્વે નં.૨૨૨/અ વાળી જમીનમા બનાવેલ શ્યામ બંગલો સોસાયટી અને તેની ઉત્તર બાજુ સર્વે નં.૨૨૩ વાળી જમીનમા બનાવેલ ગણપતિ મંદિરની દક્ષીણે આવેલા વરંઢા વચ્ચે સરકારી રસ્તો (નાળ) આવેલ છે.
તેમજ બીજી બાજુ બિલોદરા ગામના લોકોએ કલેકટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી પોલીસ આ ભાનુ ભરવાડ સામે રહેમ નજર રાખતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જેના પગલે પોલીસે ફરિયાદ દાખલ થયાના ૧૧૧ દિવસ બાદ તેની ધરપકડ કરાઈ હતી અને તપાસ કર્યા બાદ બિલોદરા જેલમાં ધકેલી દેવાયો હતો.
