અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરીને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા એસપી નિર્લિપ્ત રાયે ખાસ સૂચના અને માર્ગદર્શન આપ્યું છે. જે અનુસંધાને અમરેલી એલ. સી.બી ટીમે ચોક્કસ બાતમી મેળવી લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના કેસ બાદ ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપી ભૈરૂસિંહ સુરજનસિંહ ભુરીયા (ઉ.વ.૪૫)(રહે. બલવાની, તા.દઇ, જિ.ધાર,મધ્યપ્રદેશ)ને અમરેલી શહેરમાં કુંકાવાવ નાકે, સોમનાથ મંદિર પાસેથી ઝડપી લીધો હતો. આ કામગીરી અમરેલી એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી હતી.


