Gujarat

યાત્રાધામ અંબાજી ની રાજસ્થાન સરહદ નજીક હોવાથી બોર્ડર પર થી શું ચોક્કસ કોડ વાળી ગાડીઓ પસાર થઇ રહી છે ?

*જાંબુડી અંબાજી ચોકી થી વિદેશી દારૂ ભરેલો ટ્રક અડાલજ પોલીસે પકડયો*
    ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી નજીક બંને તરફ રાજસ્થાન બોર્ડર આવેલી છે આ ધામ મા અમુક માથાભારે તત્વો તરફથી બે નંબરના વ્યવસાય ચાલી રહ્યા છે ત્યારે અંબાજી આસપાસ રાજસ્થાન સરહદ નજીક હોવાથી આ બોર્ડર પર થી ચોક્કસ કોડ વાળી ગાડીઓ પસાર થઇ રહી છે જેમા મોટી સંખ્યામાં વિદેશી દારૂ ભરેલો હોય છે પણ અંબાજી પોલીસ આવી ગાડીઓ પકડતી નથી તેતો માત્ર સમ ખાવા પુરતું જ રીંછડી ધાર મા ગરીબ લોકોના ઘરે દેશી દારૂના કેશ કરી સંતોષ માને છે.અંબાજી ખાતે પોલીસના વહીવટદારો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી વધવા પામી છે અને જ્યારથી અંબાજી પોલીસ સ્ટેશન મા પીઆઇ તરીકે જે બી આચાર્ય આવ્યા છે ત્યારથી દારૂની હેરાફેરી વધવા પામી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે .
    અંબાજી ખાતે અમુક માથભારે તત્વો દ્વારા વિદેશી દારૂની હોમ ડીલેવરી કરવામાં આવે છે,ખોડિવડલી સર્કલ થી આઠ નંબર સુધી આ દુષણ વધવા પામ્યું છે.અંબાજી આસપાસ છાપરી અને જાંબુડી બોર્ડર માત્ર સમ ખાવા પૂરતી બનાવવામાં આવી છે પણ અહીં થી ચોક્કસ કોડ વાળી  ગાડીઓ પસાર થઇ રહી છે,મળતી માહિતી પ્રમાણે શનિવારની સાંજે ચારથી છ ના  વચ્ચે જાંબુડી બોર્ડર ઉપરથી આ અડાલજ પોલીસે પકડેલી આ ગાડી અહીંથી નીકળી હતી તેસમયે  જી.આર.ડી.ના માણસની હાજરી મા રાજસ્થાન થી ગુજરાતમાં  આ ગાડી પાસ થઈ હતી અને 26 ડિસેમ્બરના રોજ અડાલજ પોલીસે પકડી ત્યારે સમગ્ર હકીકત બહાર આવી હતી પરંતુ હજુ  સુધી અંબાજી પીઆઇ સીસીટીવી કેમેરા ચેક નથી કરતા ?  જ્યારે ગાંધીનગર ખાતે ગાડી પકડાઈ છે તો અંબાજી જાંબુડી  બોર્ડર ઉપર કેમ અધિકારી અને પોલીસ જવાન પર પગલાં ભરવામાં આવતા નથી.
     @@ *જાંબુડી થી નીકળેલી ગાડી અડાલજ પોલીસે પકડી* @@
      26/12/2021 નિકુંજકુમાર કેશાભાઈ હેડ કોન્સ્ટેબલ એ અંબાજી જાંબુડી થી નીકળેલી ગાડી અડાલજ ચોકડીથી પકડી કાયદેસરની કાર્યવાહી કરતા અંબાજી પોલીસની પોલ ખુલી ગઈ હતી.જેમા જમીયત પુરા કટ ઉપર  સિલ્વર કલરની મારુતિ સુઝુકી એસ એક્સ ફોર ગાડી નંબર જી જે 02 એસી 4175 મા  ગેર કાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને મહેસાણા અમદાવાદ હાઇવે થઇ અમદાવાદ તરફ જનાર છે તેવી બાતમી અડાલજ પોલીસને મળતા  તરત નજીક માથી  બે પંચો બોલાવી  ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે .ગાડી મા  અલગ બ્રાન્ડની કુલ બોટલો 322 જેની કિંમત 1,46,900 તથા બિયર નંગ 96ની કિંમત 11,520 અને કુલ કિંમત 1,58,420 ,મોબાઈલ કિંમત 3 હજાર તથા ગાડીની કિંમત 2 લાખ કુલ મુદ્દામાલ 3,61,420  સાથે નો મુદ્દામાલ કબજે  કરેલ છે અને આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ પોલીસકર્મી એ ત્રણ લોકો સામે ગુન્હો નોંધ્યો હતો.જેમા આરોપીઓ
 [1] રીયાઝભાઈ એલમભાઈ નાગોરી [રહે .અલ્લાર ખાનની ચાલી ,કસ્બા ,પટેલવાડી પાસે ,મહેસાણા ]
[2] આશીષ રમેશ ચંદ્ર અગ્રવાલ [આબુરોડ  ]
[3] અપ્પુ અપ્પુ અપ્પુ [અમદાવાદ ]
@@ *મૂળ આરોપી આસુ [આશીષ અગ્રવાલ ] આબુરોડનો* @@
અંબાજી આસપાસ છાપરી અને જાંબુડી બોર્ડર પરથી આસુ અગ્રવાલ ની લાઈનો મોટા પ્રમાણમાં ચાલી રહી છે આબુરોડ નો માથાભારે આસુ [આશીષ અગ્રવાલ ] લાખો કરોડો હપ્તો આપી પોતાની લાઈનો ચલાવે છે જે બોર્ડર થી તેની ગાડીઓ પસાર થવાની હોય તેના 24 કલાક પહેલા અંબાજી પોલીસના વહીવટદારો પાસે ફોટા આવી જાય છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે .છાપરી બોર્ડર પર હાલમાં ખાનગી ડ્રેસ મા હોમગાર્ડ ઉઘરાણા કરી રહ્યા છે.
@@ *ગૃહમંત્રી અંબાજી પોલીસ ની કામગીરી સામે કડક પગલાં લેશે* @@
નેક ઇનામદાર સ્વચ્છ છબી ધરાવતા ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવી અંબાજી પોલીસ ની કામગીરી સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે અંબાજી આસપાસ બોર્ડર પરથી વિદેશી દારૂ પસાર થાય તે બાબત ગંભીર ઘણી કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠવા પામી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *