Gujarat

રાણપુર તાલુકાના દરેક ગામમાં અનુસૂચિત જાતિના સ્મશાન નીમ થાય અને ભૌતિક સુવિધા યુક્ત બને તે માટે TDO ને આવેદનપત્ર અપાયુ..

તાત્કાલિક આ મુદ્દે ન્યાય નહી મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી..
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દરેક ગામમાં અનુસૂચિત જાતિના સ્મશાન નીમ થાય અને ભૌતિક સુવિધા યુક્ત બને તે માટે આજરોજ તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણા ને આવેદનપત્ર આપવામાં આવ્યુ. અને રજુઆત કરવામાં આવી હતી.જો તાત્કાલિક આ મુદ્દે ન્યાય નહી મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.આ સમયે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કિર્તીભાઈ ચાવડા,રાણપુર તાલુકા પ્રમુખ ડી ડી મકવાણા ,સલાહકાર મંત્રી નવલભાઈ મકવાણા ,ધંધુકા પ્રભારી દિલીપ મકવાણા ,શંકરભાઈ અણીયાળી, કિશોરભાઈ વાધ,રેમતુભા પરમાર,તથા સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *