કોરોનાની સંભવીત ત્રીજી લહેરને લઈને બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં વિનામુલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યા.રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-જી.ડી.કાલીયા તેમજ પોલીસ સ્ટાફની હાજરીમાં બસ સ્ટેશન,માલધારી ચોક,લિંબડી ત્રણ રસ્તા સહીતના જાહેર માર્ગો ઉપર માસ્ક વગર નિકળતા તમામ લોકોને રાણપુરની સર્વ ધર્મ સેવા સમિતીના લલિતભાઈ સોની તથા ઈકબાલભાઈ પાયક(લક્કડભાઈ)દ્રારા વિનામુલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


