સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરના નામાંકિત ગાયનેક તબીબ ડો.અંકિત સંઘવીનાં દાદીમા શ્રી ભાનુમતીબેન જયસુખભાઈ સંઘવીનાં નિધનના કરુણ સમાચાર મળતાં સાવરકુંડલા શહેરમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જો કે તેમનાં દાદીમા ભાનુમતીબેને ચક્ષુદાનનો નિર્ણય કરેલ હોવાથી સાવરકુંડલા શહેરનાં રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસ અને ચક્ષુદાનની સેવા માટે તેની ટીમ દ્વારા તેનાં સગાસંબંધીઓની હાજરીમાં આ ચક્ષુદાન સ્વીકારવામાં આવેલ. આમ મૃત્યુને મહોત્સવ બનાવી સમગ્ર સમાજને એક અનોખું દ્ર્ષ્ટાંત પૂરૂં પાડતાં સંઘવી પરિવારે સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. કે જીવનમાં તો લોકોને ઉપયોગી થઈ શકાય પરંતુ મૃત્યુ બાદ પણ ચક્ષુદાન જેવી સેવા દ્વારા કોઈની આંખોનો ઉજાસ બની મૃત્યુને પણ સાર્થક કરી શકાય.


