સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં પણ તારીખ ૧૬ અને ૧૭ બે દિવસો સુધી રાષ્ટ્રીયકૃત બેંકો બેંકનાં ખાનગીકરણના વિરોધમા બેંક કર્મચારીની હડતાલ હોવાથી રાષ્ટ્રીયકૃત બેંકો બંધ. ખાતેદારોને ભારે હાલાકી. જો કે સૈદ્ધાંતિક રીતે કર્મચારીઓનો પોતાના લોકતાંત્રિક ઢબે વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આમ પણ છેલ્લા ઘણાં સમયથી સરકારશ્રી નો ખાનગીકરણ તરફનો ઝુકાવ હવે દેશને કઈ દિશા તરફ લઈ જશે? બુધ્ધિજીવી વર્ગમાં ચર્ચાતો હોટ ટોપિક છે. અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ એસબીઆઈની બંને બ્રાન્ચ, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા જેવી રાષ્ટ્રીયકૃત બેંકોનાં દ્વાર બે દિવસ સુધી બંધ રહેશે. આપણા દેશમાં હજુ પણ પૂર્ણ શિક્ષિતપણું અને જાગૃતતા નથી પરિણામે અનેક ખાતેદારો આજરોજ બેંકના દ્વારે ધરમ ધક્કો ખાઈને પાછાં ફરતાં જોવા મળેલ. હા, એસબીઆઈની બંને શાખાના બંધ પ્રવેશદ્વાર પર તારીખ ૧૬ અને ૧૭ બે દિવસ બેંકમાં જાહેર હડતાળ હોવાથી બેંક બંધ રહેશે તેવી સૂચના દર્શાવતું બોર્ડ લટકતું જોવા મળ્યું હતું. બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું પ્રવેશદ્વાર પણ બંધ હોવાથી બેંકીંગના લગતાં કામકાજ માટે આવતાં બેંક ખાતેદારો નિરાશ થઈને પાછા ફરતાં જોવા મળેલ. જો કે ભલે બેંક ખાતેદારો નિરાશ વદને પરત ફરતાં હોવા છતાં બેંકના કર્મચારીઓની માંગણી સંદર્ભે કૂણું વલણ પણ ધરાવતાં જોવા મળેલ. એકંદરે તારીખ ૧૬ અને ૧૭ બંને દિવસો બેંક બંધ હડતાળને કારણે રહેતાં વેપારી વર્ગને પણ બેંકીંગના લગતી કામગીરી માટે ભારે હાલાકી ભોગવવી પડશે.. જો કે આઈસીઆઈસીઆઈ જેવી ખાનગી બેંકોમાં કામગીરી રાબેતા મુજબ ચાલુ જોવા મળે છે.

