રાજકોટ જિલ્લા મા આગામી યોજનારી ગ્રામ પંચાયત ની ચૂંટણી મા જિલ્લા ની 541પૈકી 130 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ ચુકી છે.જેમાં કોટડાસાંગાણી તાલુકા ની 13 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે.જયારે શાપર ગ્રામ પંચાયત સમરસ થઈ ચૂકેલ છે. વેરાવળ ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી મા ગામ વિકાસ પેનલ અને સર્વે સમાજ વિકાસ પેનલ એમ બંને પેનલો ચૂંટણી લડી રહી છે. જેમાં ગામ વિકાસ પેનલ ના સરપંચ પદ ના ઉમેદવાર શ્રી રવિરાજસિંહ જાડેજા અને સર્વે સમાજ વિકાસ પેનલ ના સરપંચ પદ ના ઉમેદવાર શ્રી વાલજીભાઈ કોરાટ ચૂંટણી લડી રહ્યા છે.બંને પેનલો વચ્ચે જંગ જામશે.બંને પેનલો ના સરપંચ સહીત કાર્યકરો પોત પોતાની પેનલો ને જીતાડવા ઝંજાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.ગ્રામ પંચાયત ની ચૂંટણી આગામી તારીખ 19/12/2021 અને રવિવાર ના રોજ યોજાશે.જેમાં બેલેટ પેપર થી મતદાન કરવામાં આવશે.હાલ બંને પેનલો ના 40 ઉમેદવારો વોર્ડ વાઈજ પ્રસાર પ્રચાર મા વ્યસ્ત જોવા મળી રહ્યા છે. જેમાં બંને પેનલો ના ઉમેદવારો એ પણ પોત પોતાની જીતના દાવા કરી રહ્યા છે.જેમાં 21 ડિસેમ્બર ના રોજ મતગણતરી બાદ બંને ઉમેદવારો નું ભવિષ્ય નક્કી કરશે વેરાવળ વાસીઓ.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


