મુંબઈ
અંડર-૧૯ ટીમની કેપ્ટનશિપ દિલ્હીના રહેવાસી યશ ધૂલને અપાઈ છે. આ ટીમમાં ૨ વિકેટકીપર્સને સ્થાન મળ્યું છે. દિનેશ બના અને આરાધ્ય યાદવ(વિકેટ કીપર્સ)ની સાથે ઈન્ડિયન ટીમ મેદાનમાં ઉતરશે. ભારત પોતાની પહેલી મેચ ેંછઈ વિરૂદ્ધ રમશે. ૨૫ ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. જેના ૨ દિવસ પછી ઈન્ડિયન ટીમ ૨૭ ડિસેમ્બરે અફઘાનિસ્તાન સામે મેચ રમશે. આ ટૂર્નામેન્ટની પહેલી સેમીફાઇનલ મેચ ૩૦ ડિસેમ્બર અને ફાઇનલ ૧ જાન્યુઆરીથી રમાશે. યશ ધુલ (કેપ્ટન), હરનૂર સિંહ પન્નૂ, અંગ્રિશ રઘુવંશી, અંશ ગોસાઈ, એસકે રાશીદ, અન્નેશ્વર ગૌતમ, સિદ્ધાર્થબીસીસીઆઈએ શુક્રવારે ૨૩ ડિસેમ્બરથી શરૂ થનારા અંડર-૧૯ એશિયા કપ માટે ૨૦ ખેલાડીની ટીમની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ બોર્ડે નેશનલ ક્રિકેટ એકેડમીમાં આયોજિત કેમ્પમાં પણ ૨૫ ખેલાડીની પસંદગી કરી છે. આ ખેલાડી ૧૧થી ૧૯ ડિસેમ્બર સુધી કેમ્પનો ભાગ રહેશે. તમને જણાવી દઈએ કે અંડર-૧૯ એશિયા કપ સૌથી વધુ ભારતીય ટીમે પોતાને નામ કર્યો છે. અત્યારસુધી ટીમે ૭ વાર એશિયા કપ જીત્યો છે. ૨૩ ડિસેમ્બરથી ૮મી વાર આ ટાઈટલ માટે મેચ રમવા એશિયન ટીમ મેદાનમાં ઉતરશે.
