મુંબઈ
એશિઝમાં ઓસ્ટ્રેલિયા ૫ મેચની સિરીઝમાં હવે ૧-૦થી આગળ થઈ ગઈ છે. જેની બીજી મેચ ૧૬ ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયન સ્પિનર નેથન લાયને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૪૦૦ વિકેટ પૂરી કરી લીધી છે. ઓફ સ્પિનર લાયને એશિઝ સિરીઝમાં આ ઉપલબ્ધિ પોતાને નામ કરી યાદગાર ઈનિંગ પણ ટીમને ગિફ્ટ આપી હતી.એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એકતરફી જીત મેળવી છે. ઇંગ્લેન્ડ ટીમે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર ૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કાંગારુએ ૧ વિકેટના નુકસાને ટાર્ગેટ ચેઝ કરી ૯ વિકેટથી મેચ જીતી લીધી છે. ઇંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં ૧૪૭ રન કર્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ૪૨૫ રન કરી જંગી લીડ મેળવી લીધી હતી. જેના પરિણામે ઇંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં સારી શરૂઆત બાદ ૨૯૭ રનમાં ઓલઆઉટ થઈ જતા ઓસ્ટ્રેલિયાએ ૨૦ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી મેચ જીતી લીધી છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમની આક્રમક બોલિંગ સામે ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. તેમણે ડ્ઢછરૂ-૪એ ૨ વિકેટના નુકસાને ૨૨૦ રનથી આગળ રમવાનું શરૂ કર્યું, પરંતુ ડેવિડ મલાન (૮૨ રન) આઉટ થતા ઇંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારપછી કેપ્ટન રૂટ (૮૯ રન) પણ સારુ રમી શક્યો નહીં અને પેવેલિયન ભેગો થયો હતો. મલાન અને રૂટના આઉટ થયા પછી ઇંગ્લેન્ડની ટીમ કઈ ખાસ કરી શકી નહી અને ૨૬૮ રનના સ્કોર પર ૭ વિકેટ ગુમાવી દીધી હતી અને જાેતજાેતામાં તો ૨૯૭ રનમાં ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ચોથા દિવસે નેથન લાયને પહેલી વિકેટ લીધી હતી. તેણે મલાનને પેવેલિયન ભેગો કર્યો હતો. નેથન લાયને પોતાની તમામ ૪ વિકેટ ચોથા દિવસે જ લીધી હતી. તેના સિવાય કેમરૂન ગ્રીન અને પેટ કમિંસે ૨-૨, જ્યારે જાેશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્કને ૧-૧ વિકેટ મળી હતી.
