Maharashtra

ડિવોર્સ બાદ સમાંથા રૂથે કહ્યું, હું મારી લાઈફ એન્જાેય કરી રહી છું

મુંબઈ
ચાર વર્ષ અગાઉ ૬ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ગોવામાં પહેલાં હિંદુ વિધિથી અને પછી ૭ ઓક્ટોબરે ખ્રિસ્તી વિધિથી બંનેએ લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી તરત જ સમાંથાએ પોતાના નામની પાછળથી ‘રૂથ પ્રભુ’ કાઢીને ‘અક્કીનેની’ લગાવી દીધું હતું. હમણાં થોડા સમય પહેલાં જ સમાંથાએ પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલમાં ફરી પાછું ‘રૂથ પ્રભુ’ કરી નાખતાં બંનેના છૂટાછેડાની વાતો વહેતી થઈ હતી. ચારધામ યાત્રા કરી સોશિયલ મીડિયા પોસ્ટમાં સમંથાએ લખ્યું, અમેઝિંગ ટ્રિપનો એન્ડ. ચારધામ યાત્રા. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. મને પહેલેથી હિમાલયનું આકર્ષણ હતું. મેં મહાભારત વાંચ્યું હતું ત્યારથી હું ધરતી પરનું સ્વર્ગ જાેવા ઇચ્છતી હતી. આ સ્વર્ગ ઘણા રહસ્યોથી ભરપૂર છે. આ ભગવાનનું ઘર છે. મેં જેવું વિચાર્યું હતું, તેવું જ મને મળ્યું. શાંત અને મેજીકલ, મિથ અને રિયાલિટી વચ્ચે એજ કોમ્પ્લેક્સ કન્ફ્યુઝન. મારા દિલમાં હિમાલય માટે હંમેશાં ખાસ જગ્યા રહેશેસાઉથના સુપરસ્ટાર કપલ સમાંથા રૂથ પ્રભુ અને નાગ ચૈતન્ય એકબીજાથી અલગ થઈ ગયા છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે પોતાના ડિવોર્સ વિશે વાત કરી. સમાંથાએ કહ્યું, ‘મને લાગે છે કે આ ટોપિક પર હું વાત કરી ચૂકી છું. આના વિશે બોલવું જરૂરી હતું અને હું બોલી. પણ મને નથી લાગતું કે આ જ ટોપિક વારંવાર રિપીટ થાય.’ સમાંથાએ પોતાની ફિલ્મ, વેબ સિરીઝ, વર્ક આઉટ અને યોગા વીડિયોઝ વિશે કહ્યું કે, ‘મને શૅર કરવું ગમે છે. આ મારી પર્સનાલિટીનો જ એક ભાગ છે. હું લોકોને મારી જિંદગી વિશે કહેવા માગું છું. હું લાઈફ એન્જાેય કરી રહી છું.’ સમંથા માટે વર્ષ ૨૦૨૨ બહુ વ્યસ્ત રહેવાનું છે. તેની પાસે ઘણી ફિલ્મ અને ર્ં્‌્‌ શોની ઓફર્સ છે. ડિવોર્ડ પછીને લાઈફ વિશે એક્ટ્રેસે કહ્યું, મેં પોતાને કામમાં વ્યસ્ત કરી દીધી છે. કામ મને બિઝી રાખે છે. હું મારા અપકમિંગ પ્રોજેક્ટ્‌સ માટે ઘણો ખુશ છું. આ વર્ષ મારા માટે ચેલેંજિંગ થવાનું છે. દરેક પ્રોજેક્ટ એકબીજાથી અલગ છે. આથી વર્ષ ૨૦૨૨ માટે ખૂબ એક્સાઈટેડ છું. બંનેએ પોતપોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક જ પોસ્ટ શૅર કરીને લખ્યું કે, ‘અમારા બધા જ શુભચિંતકો સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી મેં અને ચાઈ (નાગ ચૈતન્ય)એ પોતપોતાના અલગ રસ્તા પસંદ કરવાનું નક્કી કરી લીધું છે. એક દાયકાથી અમારી મૈત્રી અમારા સંબંધનો પાયો બની રહી હતી, તે બદલ અમે ખુશનસીબ છીએ. અમને વિશ્વાસ છે કે અમારી વચ્ચે એક સ્પેશિયલ બોન્ડ જળવાઈ રહેશે. અમે અમારા તમામ ફૅન્સ, શુભચિંતકો અને મીડિયાને અપીલ કરીએ છીએ કે તેઓ આ કપરા કાળમાં અમને સપોર્ટ કરો અને અમને પ્રાઇવસી આપો, જેથી અમે આમાંથી આગળ વધી શકીએ.’

samantha-akkineni.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *