Maharashtra

ફિલ્મ આરઆરઆર ઓમિક્રોનના ભય વચ્ચે સિનેમા પડદે રિલીઝ થશે

મુંબઈ
કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે તમામ મોલ, જીમ, થિયેટર વગેરે બંધ થવા લાગ્યા છે અને પાર્ટ-ટાઇમ નાઇટ કર્ફ્‌યુ પણ શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં લોકોએ સિનેમા હોલ તરફ વળવાનું પણ બંધ કરી દીધું છે. જેના કારણે આ ફિલ્મ ૮૩ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી, જેને ધ્યાનમાં રાખીને ફિલ્મ ‘જર્સી’ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મ ઇઇઇ તેના નિર્ધારિત શેડ્યૂલ ૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ જ રિલીઝ થશે. એસએસ રાજામૌલીની ઇઇઇ મોટા બજેટની ફિલ્મ છે. જેમાં સાઉથ અને બોલિવૂડના ઘણા જાણીતા સ્ટાર્સ સાથે કામ કરતા જાેવા મળશે. ઇઇઇ ફિલ્મમાં અભિનેતા રામચરણ, જુનિયર એનટીઆર, અજય દેવગન અને આલિયા ભટ્ટ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. આવી સ્થિતિમાં, દર્શકોને એ જાણીને આનંદ થશે કે ઇઇઇની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી નથી. આ વખતે નવા વર્ષની શરૂઆત એસએસ રાજામૌલીના દિગ્દર્શિત સાહસ ઇઇઇ થશે, પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જાદુ દેખાડવા સક્ષમ છે કે કેમ તે જાેવાનું રહે છે. પોતાના ર્નિણયનું કારણ જણાવતા રાજામૌલીએ કહ્યું કે તેમની પીરિયડ ડ્રામા ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. આ બહુ રાહ જાેવાતી ફિલ્મ છે, આ ફિલ્મની રિલીઝ ડેટ મકરસંક્રાંતિના દિવસે નક્કી કરવામાં આવી હતી. આ સિવાય આ ફિલ્મ જુલાઈ ૨૦૨૦માં જ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના અને પ્રોડક્શનમાં વિલંબને કારણે આ ફિલ્મની રિલીઝ પહેલાથી જ વિલંબિત થઈ ગઈ છે. તેથી દિગ્દર્શક રાજામૌલી પોતાના ર્નિણય પર અડગ રહેવા માંગે છે અને હવે તેઓ આ ફિલ્મ સાથે જાેખમ લેવા તૈયાર છે.દરેક ક્ષેત્રની જેમ, ફિલ્મ ઉદ્યોગ પર પણ કોરોનાની ભારે અસર પડી હતી. કોરોનાને કારણે જીમ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ જેવી તમામ ભીડવાળી જગ્યાઓ બંધ કરી દેવામાં આવી હતી. તાજેતરમાં બધું પાટા પર આવવાનું શરૂ થયું, પરંતુ ફરી એકવાર કોરોનાએ તેનું સ્વરૂપ બદલ્યું છે અને ઓમિક્રોનના કારણે ફરીથી પ્રતિબંધો શરૂ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મોની કમાણી પર અસર દેખાવા લાગી છે. તેથી જ ઘણી ફિલ્મોની રીલિઝ તારીખો મોકૂફ રાખવામાં આવી રહી છે, પરંતુ દિગ્દર્શક એસએસ રાજામૌલી હાલમાં તેમની ફિલ્મને મુલતવી રાખવાના મૂડમાં નથી. ઓમિક્રોન સંકટ વચ્ચે ફિલ્મ ઇઇઇ મોટા પડદા પર રિલીઝ થશે.

RRR-Film-Release-Corona.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *