Maharashtra

સેશન્સ કોર્ટમાં આર્યન ખાનના જામીન અંગે કેસ સલમાનના વકીલના હાથમા

મુંબઈ
૧૧ ઓક્ટોબરે એનસીબીએ સેશન્સ કોર્ટમાં આર્યનના જામીન અંગે બુધવાર સુધીનો સમય માંગ્યો હતો. આર્યનના બંને વકીલ અમિત દેસાઈ અને સતીશ માનશિંદે સવારે સાડા દસ વાગ્યે કોર્ટ પહોંચ્યા. પરંતુ દ્ગઝ્રમ્ કેસ લડતા વિશેષ સરકારી વકીલ એ.એમ.ચિમાલકરે કહ્યું કે તપાસ ચાલુ હોવાથી તેઓ પુરાવા એકત્રિત કરવા માટે સમય લઈ રહ્યા છે. દલીલો બાદ ન્યાયાધીશ વીવી પાટીલે ૧૩ ઓક્ટોબર બુધવારે સવારે ૧૧ વાગ્યા સુધી એનસીબીને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો. આ મામલાને લઈને આજે બપોરે ૨ઃ૪૫ વાગ્યે સુનાવણી કરવામાં આવશે સતીશ માનશિંદે અત્યાર સુધી આર્યન ખાનનો કેસ લડતા હતા પરંતુ હવે શાહરુખ ખાને આ કેસ માટે વરિષ્ઠ વકીલ અમિત દેસાઈને રાખ્યા છે. અમિત દેસાઈ ૧૧ ઓક્ટોબરે સતીશ માનશિંદે સાથે સેશન્સ કોર્ટમાં જાેવા મળ્યા હતા. તેઓ આર્યનના જામીન માટે પહોંચ્યા હતા
શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન અંગે આજે કોર્ટમાં સુનાવણી થવાની છે. ડ્રગ્સ કેસમાં ફસાયેલો આર્યન ખાન હાલ આર્થર રોડ જેલમાં છે. તેમના જામીન માટે તેમના વકીલો છેલ્લા ઘણા દિવસોથી સખત મહેનત કરી રહ્યા છે પરંતુ દરેક વખતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્) પોતાનો મત અને પૂરાવા રજૂ કરીને તેની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. ૧૧ ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં આર્યનના જામીન પણ રદ્દ કરવામાં આવ્યા હતા. હવે દરેક તેની રાહ જાેઈ રહ્યા છે કે આજે તેના જામીન અંગે શું ર્નિણય આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *