મુબઈ
મે મહિનામાં યુવિકા ચૌધરીએ તેના પતિ અને અભિનેતા પ્રિન્સ નરૂલા સાથે એક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તે જાતિવાદી ટિપ્પણી કરે છે. આ મુદ્દે જ્યારે મામલો વિવાદાસ્પદ બન્યો ત્યારે યુવિકા ચોધરીએ લોકોની માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે તેને તે શબ્દનો અર્થ ખબર નથી. જે બાદ દલિત અધિકાર કાર્યકર રજત કલસને અભિનેત્રી વિરુદ્ધ હરિયાણાના હિસાર ખાતે હંસીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આવા જ એક કેસમાં, શનિવારે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહે અનુસૂચિત જાતિ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી. થોડા સમય બાદ યુવરાજસિંહને પણ વચગાળાના જામીન પર મુક્ત કરવામાં ‘બિગ બોસ’ ફેમ અભિનેત્રી યુવિકા ચૌધરીની સોમવારે હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી અને પાછળથી જામીન પર તેનો છુટકારો થયો હતો. યુવિકા ચૌધરી ઉપર એક વીડિયોમાં અનુસૂચિત જાતિ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. હંસી (હિસાર, હરિયાણા) પોલીસ સ્ટેશન ખાતે યુવિકા ચૌધરીની લગભગ ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેત્રી પર જીઝ્ર/જી્ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જાે કે બાદમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે યુવિકા ચૌધરીને વચગાળાના જામીન આપ્યા હતા. યુવિકા મુંબઈથી હંસી પહોંચી હતી. તેમના વકીલ અશોક બિશ્નોઈએ રાષ્ટ્રીયસ્તરની ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “મારા અસીલ હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ તપાસમાં જાેડાયા હતા અને તેઓ હાલમાં વચગાળાના જામીન પર છે.” હવે આ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આગામી ૨૪ નવેમ્બરે વધુ સુનાવણી થશે.


