મુંબઈ
શોમાં લીડ રોલ નિભાવતા જેઠાલાલ ઉર્ફે દિલીપ જાેશી આ શોને અલવિદા કહેવા જઈ રહ્યા છે. જાે કે, તેમણે એક ઇન્ટરવ્યુમાં આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂક્યું છે.દિલીપ જાેશીએ કહ્યું કે મારો શો એક કોમેડી શો છે અને તેનો ભાગ બનવામાં મને મજા આવે છે, તેથી જ્યાં સુધી હું તેનો આનંદ લઈ રહ્યો છું, હું તે કરતો રહીશ. જે દિવસે મને લાગશે કે હું હવે તેનો આનંદ માણી રહ્યો નથી, હું આગળ વધીશ. મને અન્ય શોની ઓફર્સ મળે છે, પરંતુ મને લાગે છે કે જ્યારે આ શો સારો ચાલી રહ્યો છે ત્યારે તેને અન્ય કોઈ વસ્તુ માટે કેમ છોડી દેવો. આ એક સુંદર સફર રહી છે અને હું તેનાથી ખુશ છું. લોકો અમને ખૂબ પ્રેમ કરે છે અને હું તેને કોઈ કારણ વગર કેમ વેડફી શકુ ? દિલીપ જાેશીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ દિવસોમાં બની રહેલી ફિલ્મોને લઈને દિલીપ જાેશીએ કહ્યું કે મારે હજુ એક્ટિંગના મામલે ઘણું કરવાનું બાકી છે. આજની ફિલ્મો વિવિધ પ્રકારના અદ્ભુત વિષયોને લઈ રહી છે, તેથી જાે મને કોઈ સારી ફિલ્મની ઓફર કરવામાં આવે તો હું તેની ભૂમિકા ભજવવામાં ક્યારેય સંકોચ નહીં કરું. અત્યારે હું મારા જીવનમાં જે બની રહ્યું છે તેનો આનંદ માણી રહ્યો છું.સોની સબ ટીવી પર પ્રસારિત થતો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ૧૩ વર્ષ પહેલા શરૂ થયો હતો અને તે હજુ પણ સફળતાપૂર્વક લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની સાથે તેના પાત્રોએ પણ આખી દુનિયામાં લોકપ્રિયતા મેળવી છે. આ દરમિયાન ઘણા કલાકારોએ શોને અલવિદા કહ્યું અને ઘણા નવા ચહેરાઓ શોમાં જાેડાયા.
