Maharashtra

રામા નાયડુ સ્ટિડિયોમાં નાગા ચૈતન્ય અને સામંથા સાથે જાેવા મળ્યા

મુંબઈ
સાઉથના પોપ્યુલર કપલ્સ અલગ થયા બાદ બંને પહેલીવાર સાથે જાેવા મળ્યા હતા. ખરેખર, બંને હાલમાં જ રામા નાયડુ સ્ટુડિયોમાં હતા. નાગા તેની ફિલ્મ બંગારાજુનું શૂટિંગ કરી રહ્યા હતા. જ્યારે સમંથા ત્યાં ફિલ્મ યશોદાનું શૂટિંગ કરી રહી હતી. એક જ જગ્યાએ કામ કરવા છતાં બંને એકબીજા સાથે વાત કરતા ન હતા. બંને એકબીજાને મળ્યા વિના પોતપોતાની કારમાં બેસી ગયા હતા. આ સમાચાર આવ્યા બાદથી એવું લાગે છે કે સામંથા અને નાગા વચ્ચે હવે કોઈ સારા સંબંધ નથી રહ્યા. સામંથા અને નાગાએ ૨ ઓક્ટોબરે કહ્યું હતું કે બંને હવે પતિ-પત્ની તરીકે સાથે નથી. બંનેના લગ્નને ૪ વર્ષ થયા હતા. બંનેએ લખ્યું, અમે ભાગ્યશાળી છીએ કે એક દાયકાથી વધુની મિત્રતા છે. અમારા બંને વચ્ચે ખાસ બોન્ડ હશે. પરંતુ અમે પતિ-પત્ની તરીકે સાથે નથી. અમે અમારા ચાહકો અને શુભેચ્છકોને વિનંતી કરીએ છીએ કે તેઓ અમને સમર્થન આપતા રહે. નાગાથી અલગ થયા બાદ હવે સામંથા પોતાની પ્રોફેશનલ લાઈફ પર ફોકસ કરી રહી છે. આ સાથે તે મિત્રો સાથે વેકેશન પર પણ જાય છે.સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના અલગ થવાના સમાચારથી આ વર્ષે ફેન્સના દિલ તૂટી ગયા હતા. બંને સાઉથ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ્સ પૈકી એક છે. બંનેએ પોતાના અલગ થવાના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા. જાેકે, કોઈએ અલગ થવાનું કારણ જણાવ્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *