મુંબઈ
સચિન તેંડુલકર હાલમાં યૂએઈથી પરત આવ્યા છે. સચિન મુંબઈ ઈન્ડિયન્સના સપોર્ટ સ્ટાફનો ભાગ છે. સચિન તેંડુલકર અને અંજલી તેંડુલકરના લગ્ન ૧૯૯૫માં થયા હતા અને તેમને ૨ સંતાન છે. અર્જુન તેંડુલકર એક્ટિવ ક્રિકેટર છે અને દીકરી સારા લંડનમાં રહે છે. ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરને ટિ્વટર પર આ વર્ષના ૫૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ કરાયા છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકરનું નામ ૩૫મા નંબરે છે તો પીએમ મોદીનું નામ બીજા નંબરે છે. સચિન તેંડુલકરે બુધવારે પત્ની અંજલીનો બર્થડે સેલિબ્રેટ કર્યો. સચિને પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્પેશ્યલ ફોટો પણ શેર કર્યા છે. અહીં તેઓ પરિવારની સાથે ગુજરાતી રેસ્ટોરન્ટમાં જમવાની મજા માણી હતાॅર્ સચિને ગઈકાલે પત્ની અંજલી તેંડુલકરનો ૫૪મો જન્મદિવસ મનાવ્યો હતો. મુંબઈની એક ગુજરાતી રેસ્ટોરામાં આખા પરિવારે ડિનર કર્યું. આ સમયે સચિન- અંજલિની દીકરી સારા પણ જાેવા મળી હતી. હાલમાં તે લંડનમાં રહે છે. ફેમિલિ ડિનરનો ફોટો શેર કરતાં સચિને લખ્યું કે અંજલિના જન્મદિવસે તેઓએ શ્રી ઠાકેર ભોજનાલયમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો. અંજલીનું ગુજરાતી કનેક્શન ઘણું સ્ટ્રોન્ગ છે.
