મુંબઈ,
દેશના વેપારીઓની શીર્ષ સંસ્થા ગણાતી કૈટ એ પણ આ ર્નિણયનો વિરોધ કરતાં કહ્યું કે, છેલ્લાં કેટલાંક સમયથી કોરોનાના કેસ ઘટી રહ્યાં છે, ત્યારે સરકારે કોરોના નિયમોમાં રાહત આપવાની આવશ્યકતા છે. પરંતુ રાજ્ય સરકાર અન્ય દેશોમાં વધતાં કોરોનાના પ્રભાવને જાેઈ મહારાષ્ટ્રમાં કડક વલણ અપનાવી રહી છે. રાજ્ય સરકાર લોકહિતમાં ર્નિણય કરે તે યોગ્ય જ છે. પરંતુ વેપારીઓ ૧૦ હજાર જેટલી રકમ ક્યાંથી ચૂકવશે? તેનો વિચાર પણ સરકારે કરવો જાેઈએ. કારણ સરકાર બોલીને છૂટી જાય છે પરંતુ તેના અમલ કરાવનારાઓ વેપારીઓ સાથે ઘણીવાર ખોટી બળજબરી કરતાં હોય છે. આથી સરકારે ર્નિણય બદલવો જાેઈએ અને જાે ગ્રાહક માસ્ક ન પહેરે તો માત્ર તેમની પાસેથી દંડ લેવો જાેઈએ અન્યથા વેપારીઓ સ્પષ્ટપણે એવું કહેશે કે આટલી મોટી સંખ્યામાં દંડ વસૂલી રાજ્ય સરકાર નિયમ પાલન અને દંડના નામ હેઠળ પોતાની તિજાેરી ભરવા માગતી હોય એ સ્પષ્ટ છે. વિશ્વમાં આવેલાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં લઈ મહારાષ્ટ્ર સરકારે ૨૭ એપ્રિલે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર, જાે દુકાનમાં ગ્રાહકે માસ્ક નહિ પહેર્યું હોય તો દુકાનદાર પાસેથી દસ હજારનો દંડ વસૂલવામાં આવશે. આ નિયમને સાંભળતાં જ તમામ દુકાનદારો મૂંઝાઈ ગયાં ેછે અને સરકારના આ ર્નિણયના વિરોધમાં નારાજગી વ્યક્ત કરી છે. આ સંદર્ભે મુંબઈના વિવિધ દુકાનદારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ભૂલ કોઈ અન્ય કરે અને સજા કોઈ અન્ય ને? એવો રાજ્ય સરકારનો ન્યાય કેમ સાંખી શકાય? કોરોનાના બે વર્ષ દરમ્યાન મહારાષ્ટ્રના વેપારીઓને સરકારે કોઈ મદદ કરી નથી. વેપારીઓને ભારે નુકશાનનો સામનો કરવો પડયો છે. તાજેતરમાં જ એક અહેવાલમાં આવ્યાનુસાર, કોરોના દરમ્યાન મોટી સંખ્યામાં વેપારીઓએ આત્મહત્યા કર્યાની ઘટના પણ નોંધાઈ છે. તેવામાં રાજ્ય સરકારે વેપારીઓને રાહત આપવાને બદલે તેમની લૂંટ કરવાનું કાર્ય કરતી હોવાનું જણાય છે.ચેમ્બર ઓફ એસોસિએશન ઓફ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડે તો એવો સવાલ પણ ઉપસ્થિત કર્યો છે કે જાે મંત્રાલયમાં કોઈ મુલાકાતી માસ્ક વગર દેખાશે તો મંત્રી પાસેથી કે વિમાનમાં કોઈ યાત્રી માસ્ક વગર હશે તો પાયલેટ પાસેથી ૧૦, ૦૦૦નો દંડ લેવાશે ખરો? દુકાનમાં જાે એકાદ જ ગ્રાહક હોય અને દુકાનના સ્ટાફે માસ્ક પહેર્યું હોય તો ઘણીવાર ગ્રાહકને માસ્ક પહેરવાની ફરજ પાડવામાં આવતી નથી. ઉપરાંત દુકાનમાં ઘણીવાર એવાં ગ્રાહકો પણ આવે છે કે જેને ગમે તેટલું ટોકવામાં આવે છતાં તેઓ માસ્ક નથી પહેરતાં અને કેટલાંક સ્વેચ્છા એ જ માસ્ક પહેરીને દુકાનમાં પ્રવેશતાં હોય છે. ઉપરાંત મહામારીમાં વેપારીઓને જે નુકશાન થયું છે તે જાેતાં ગ્રાહકોએ માસ્ક પહેર્યું છે કે નહીં તેના પર વેપારીઓએ ધ્યાન રાખવું કે ગ્રાહકોની માગ પૂરી કરી કમાણી કરવામાં વેપારીઓએ ધ્યાન દેવું? એવો પ્રશ્ન કરી થાણેના અમુક વેપારીઓએ સ્પષ્ટપણે એલું કહ્યું હતું કે સરકાર તકેદારીના નામ હેઠળ દુકાનદારોને ગભરાવી સરકારી તિજાેરી ભરવા માગતી હોય તેવો આ ર્નિણય સાબિત થાય છે. ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ એસોસિએશને પણ આ ર્નિણયનો વિરોધ કરી રાજ્ય સરકારને ર્નિણય પર ફેરવિચાર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.


