શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં પીજીમાં રહેતી અને સરખેજ ધોળકા રોડ પર કંપનીમાં નોકરી કરતી યુવતી ને તેના જ વતનના યુવક દ્વારા તેના ન્યૂડ ફોટા વીડિયો મોકલી અને હેરાન પરેશાન કરવામાં આવતો હોવા અંગેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતી અગાઉ તેની સાથે રહેતી હતી અને મિત્રતા હતી પરંતુ ઝઘડાના કારણે તેનાથી અલગ થઈને વતન જતી રહી હતી.
8 મહિના પહેલા જ અમદાવાદ આવીને નોકરી પર લાગી હતી. ત્યારે યુવક તેને લગ્ન કરવા દબાણ કરી અને જો નહીં કરે તો બીજે ક્યાંય લગ્ન નહીં થવા દે અને ન્યૂડ ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે કચ્છમાં નોકરી અપાવી, બંન્ને સાથે રહેતા મૂળ હિમાચલ પ્રદેશની 24 વર્ષીય યુવતી વસ્ત્રાપુરમાં પીજીમાં રહે છે અને સરખેજ ધોળકા રોડ પર આવેલી કંપનીમાં નોકરી કરે છે. 2022માં તેના જ વતનના આશિષ રાણા નામના યુવક સાથે તેની મિત્રતા થઈ હતી અને તેણે કચ્છ ખાતે નોકરી અપાવી હતી. એટલે ત્યાં બંને ત્યાં સાથે રહેતા હતા.
યુવતીનો ન્યૂડ વીડિયો માતા-પિતાને મોકલી દીધો આ દરમિયાન અવારનવાર ઝઘડા થતા હતા. આશિષએ યુવતીનો ન્યુડ વીડિયો તેના માતા પિતાને મોકલી આપ્યો હતો. જેથી આ બાબતે તેને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. પરંતુ પોલીસે બંનેનું સમાધાન કરાવી દીધું હતું. ત્યારબાદ લગ્ન કરવા દબાણ કરતો તો જેથી યુવતી પોતાના વતન જતી રહી હતી.

