મુંબઈ
મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને ૨૬ નવેમ્બર ૨૦૨૧ના રોજ, ૧૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયેલા મુંબઈ આતંકી હુમલામાં ૧૬૬ લોકો માર્યા ગયા હતા. મુંબઈ હુમલાના ૧૩ વર્ષ પછી પણ પાકિસ્તાને ન્યાય મેળવવામાં કોઈ ઈમાનદારી દાખવી નથી. પાકિસ્તાન સ્થિત જેહાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (ન્ી્) ના દસ સભ્યોએ મુંબઈમાં ૧૨ સ્થળોએ હુમલા કર્યા જે ચાર દિવસ સુધી ચાલ્યા. જેમાં આઇકોનિક તાજમહેલ પેલેસ હોટેલ, નરીમાન હાઉસ, મેટ્રો સિનેમા અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિત અન્ય સ્થળો પર થયેલા હુમલામાં ૧૫ દેશોના ૧૬૬ લોકો માર્યા ગયા હતા.
પાકિસ્તાનમાં ૨૬/૧૧ના હુમલાની ૧૩મી વરસી પર પણ પાકિસ્તાને તેની જાહેર સ્વીકૃતિ અને ભારત દ્વારા આતંકવાદી હુમલાના તમામ પુરાવા શેર કર્યા પછી પણ પીડિતોના પરિવારોને ન્યાય અપાવવામાં હજુ સુધી ઇમાનદારી દર્શાવી નથી. ૭ નવેમ્બરના રોજ, એક પાકિસ્તાની અદાલતે છ આતંકવાદીઓને મુક્ત કર્યા, જેમાં ભયાનક હુમલા કરવાની યોજના ઘડી હતી. મુક્ત કરાયેલા લોકોમાં યુએન દ્વારા નિયુક્ત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેની ચેરિટી પાંખ જમાત-ઉદ-દાવાના સ્થાપક છે. અજમલ કસાબે ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળો સમક્ષ કબૂલાત કરી હતી કે તમામ હુમલાખોરો પાકિસ્તાનથી આવ્યા હતા અને તેમના નિયંત્રકો પણ તે દેશમાંથી જ કામ કરી રહ્યા હતા. હુમલાના દસ વર્ષ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે સનસનાટીભર્યા ઘટસ્ફોટ કર્યા હતા કે ૨૦૦૮ના મુંબઈ હુમલામાં ઈસ્લામાબાદની ભૂમિકા હતી. ભારત પાસેના વર્તમાન પુરાવા સૂચવે છે કે ૨૬/૧૧ના હુમલામાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ સામેલ હતા. અજમલ કસાબ, ડેવિડ હેડલી અને ઝબીઉદ્દીન અંસારીની પૂછપરછ દરમિયાન પણ આ સાબિત થયું હતું.
લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અને ૨૦૦૮ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ ઝકી-ઉર-રહેમાન લખવી પણ પંજાબ પ્રાંતના દેશના આતંકવાદ વિરોધી વિભાગ (ઝ્ર્ડ્ઢ) દ્વારા આતંકવાદને નાણાં પૂરા પાડવાના આરોપમાં પકડાયા બાદ ૨૦૧૫થી જામીન પર બહાર છે. યુએન દ્વારા નિયુક્ત કરાયેલા અન્ય એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી લખવીની આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ફરી એકવાર પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આતંકવાદ વિરોધી નિરીક્ષકો કહે છે કે દેશમાં રાજકીય હસ્તક્ષેપ ઘણીવાર ન્યાયના માર્ગમાં આવે છે. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો પણ તપાસ અને કાઉન્ટર દાવાઓથી બચવા માટે તેમના નામ બદલતા રહે છે.


