મુંબઈ
અભિનેત્રીની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પછી શીખ સમુદાયના કેટલાક લોકો દ્વારા અભિનેત્રી વિરુદ્ધ હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, રણૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને ખાલિસ્તાની આંદોલન ગણાવ્યું હતું.શીખ સુમદાય પરના વિવાદિત નિવેદનને કારણે બોલિવુડ અભિનેત્રી કંગનાની મુશ્કેલી વધતી જાેવા મળી રહી છે. આ કેસમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, આ વિષય કંગનાના અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર સાથે સંબંધિત છે. આ પછી કોર્ટે કંગનાને ધરપકડમાંથી વચગાળાની રાહત પણ આપી હતી. જાે કે આ કેસને પગલે હાલ કંગનાને થાર પોલીસ સ્ટેશનમાં હાજર થવુ પડ્યુ છે. અવારનવાર પોતાની પોસ્ટને કારણે વિવાદમાં રહેતી કંગના વધુ એક નિવેદનને કારણે ફસાઈ છે.થોડા દિવસો અગાઉ તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કથિત રીતે ખેડૂતોના આંદોલનને અલગતાવાદી જૂથ સાથે જાેડ્યું હતું અને શીખ સમુદાય પર ટિપ્પણી કરી હતી. શીખ સંગઠન દ્વારા ગયા મહિને થાર પોલીસ સ્ટેશનમાં કંગના રનૌત વિરુદ્ધ હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી. આ હ્લૈંઇના સંબંધમાં કંગનાએ મુંબઈ પોલીસ સમક્ષ હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરવો પડ્યો છે. તમને જણાવવુ રહ્યુ કે, પોલીસે તેને આ મહિનાની શરૂઆતમાં પૂછપરછ માટે નોટિસ જાહેર કરી હતી. આ કેસમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, આ વિષય કંગનાના અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર સાથે સંબંધિત છે. આ પછી કોર્ટે કંગનાને ધરપકડમાંથી વચગાળાની રાહત આપી હતી. તમને જણાવવુ રહ્યુ કે,રણૌતે આ મહિનાની શરૂઆતમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને થાર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી હ્લૈંઇ ને રદ કરવાની વિનંતી કરી હતી.


