Maharashtra

સાંસદ નુસરત જહાંએ લગ્ન કય

મુંબઈ
હાલમાં જ નુસરતે સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી હતી અને આ તસવીરો પરથી લાગી રહ્યું છે કે, નુસરત જહાંએ લગ્ન કરી લીધાં છે
હાલમાં જ નુસરત જહાંએ યશ દાસગુપ્તાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયામાં આ તસવીરો શેર કરી હતી, જેમાંથી એક તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં યશ દાસગુપ્તાની બર્થડે કેક જાેવા મળે છે. આ કેક પર હેપ્પી બર્થડે હસબન્ડ તથા ડેડ લખેલું છે. આ તસવીર જાેયા બાદ ચાહકો અટકળ કરી રહ્યા છે કેનુસરતે યશ સાથે લગ્ન કરી લીધાં છે. જાેકે બંનેમાંથી કોઈએ લગ્ન અંગે કોઈ વાત કરી નથી. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે
બાળકને કારણે નુસરત જહાં પર સવાલો કરવામાં આવી રહ્યા છે. ક્યારેક બાળકના પિતા અંગે તો ક્યારેક યશ દાસગુપ્તાના સંબંધો અંગે પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. તૃણમૂલ સાંસદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *