મુંબઈ
વર્ષ ૨૦૧૮માં હાર્બર લાઈનની કેટલીક સેવાઓને ગોરેગાંવ સુધી લંબાવાઈ હતી. પરંતુ બધી ટ્રેનોને લંબાવવામાં આવી ન હતી. હવે હાર્બરની તમામ ટ્રેનો ગોરેગાંવ સુધી દોડશે. ડાઉન માર્ગે સીએસટીથી ગોરેગાંવ માટેની પ્રથમ લોકલ સવારે ૪.૨૮ વાગ્યે સીએસટીથી છૂટશે અને ૫.૨૨ વાગ્યે ગોરેગાંવ પહોંચશે. જ્યારે સીએટી- ગોરેગાંવ અંતિમ લોકલ સીએસટીથી રાત્રે ૧૧.૪૬ વાગ્યે છૂટશે અને ૧૨.૪૧ વાગ્યે ગોરેગાંવ પહોંચશે. પનવેલથી સવારે ૫.૫૭ વાગ્યે લોકલ છૂટશે અને ગોરેગાંવ સ્ટેશને સવારે ૭.૩૯ વાગ્યે પહોંચશે. પનવેલથી ગોરેગાંવની અંતિમ લોકલ પનવેલથી સાંજે ૭.૩૫ વાગ્યે છૂટશે અને રાત્રે ૯.૨૦ વાગ્યે ગોરેગાંવ પહોંચશે. અપમાર્ગે ગોરેગાંવ- સીએસટી લોકલ ગોરેગાંવથી સવારે ૫.૦૫ વાગ્યે છૂટશે અને સવારે ૬.૦૦ વાગ્યે સીએસટી પહોંચશે. ગોરેગાંવ- સીએસટીની અંતિમ લોકલ ગોરેગાંવથી રાત્રે ૧૨.૦૭ વાગ્યે છૂટશે અને રાત્રે ૧.૦૨ વાગ્યે સીએસટી પહોંચશે. જ્યારે ગોરેગાંવની પનવેલની પ્રથમ લોકલ સવારે ૭.૩૦ વાગ્યે ગોરેગાંવથી છૂટીને સવારે ૯.૧૨ વાગ્યે પનવેલ પહોંચશે. ગોરેગાંવથી પનવેલની અંતિમ લોકલ રાત્રે ૯.૨૮ વાગ્યે ગોરેગાંવથી છૂટશે અને રાત્રે ૧૧.૨૨ વાગ્યે પનવેલ સ્ટેશને પહોંચશે.પશ્ચિમ રેલવે અને સેન્ટ્રલ રેલવે દરમિયાન પ્રવાસ કરનારા હજારો પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. મધ્ય રેલવેના સીએસટી સ્ટેશનથી પશ્ચિમ રેલવેના અંધેરી અને પનવેલથી અંધેરી સુધીની તમામ ટ્રેનોને ગોરેગાંવ સુધી લંબાવવાનો ર્નિણય બુધવારથી અમલમાં મૂકાશે. હાર્બર લાઈનને ગોરેગાંવ સુધી લંબાવ્યા બાદ જાેગેશ્વરી, રામમંદિર અને મલાડના પ્રવાસીઓને ઘણો ફાયદો થશે. પશ્ચિમ રેલવેના સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર સીએસટીથી અંધેરી સુધીની તમામ ૨૩ જાેડી લોકલ પહેલી ડિસેમ્બરથી ગોરેગાંવ સુધી લંબાવવામાં આવશે. તેવી જ રીતે પનવેલ અને અંધેરી વચ્ચે દોડતી ૯ જાેડી ટ્રેનોને પણ ગોરેગાંવ સુધી વિસ્તૃત કરાશે.


