કાનપુર
યુપીના કન્નોજમાંથી પકડાયેલ કરોડો રૂપિયાની લિંક ગુજરાતમાંથી એક બિલથી થઈ હતી. અમદાવાદની ડ્ઢય્ય્ૈં ટીમ દ્વારા એક ટ્રક પકડવામાં આવી હતી. આ ટ્રકમાં જતા માલના બિલ નકલી કંપનીઓના નામે બનાવવામાં આવ્યા હતા. તમામ બિલ ૫૦ હજાર રૂપિયાથી ઓછા હતા, જેથી ઈુટ્ઠઅ મ્ૈઙ્મઙ્મ ન બનાવવું પડે. આ પછી ડ્ઢય્ય્ૈંએ કાનપુરમાં ટ્રાન્સપોર્ટરની જગ્યા પર દરોડા પાડ્યા હતા. અહીં ડ્ઢય્ય્ૈં ને લગભગ ૨૦૦ નકલી બિલ મળ્યા. અહીંથી જ ડ્ઢય્ય્ૈંને પીયૂષ જૈન અને નકલી બિલના કેટલાક કનેક્શનની જાણકારી મળી હતી. આ પછી ડ્ઢય્ય્ૈંએ બિઝનેસમેન પીયૂષ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. અધિકારીઓ જૈનના ઘરે પહોંચ્યા કે તરત જ તિજાેરીઓમાં નોટોના બંડલ પડ્યા હતા. આ પછી આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારથી પરફ્યુમના વેપારી પર આ એજન્સીઓની કાર્યવાહી ચાલી રહી છે.યુપીમાં કન્નૌજના પરફ્યુમ વેપારી પીયૂષ જૈનની કાનપુરથી ટેક્સ ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ય્જી્ ઈન્ટેલિજન્સે આ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને આગળની કાર્યવાહી માટે કાનપુરથી અમદાવાદ લઈ જવામાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધીના દરોડા દરમિયાન તેમની પાસેથી ૨૫૭ કરોડ રોકડ અને ઘરેણાં મળી આવ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર જૈનની ઝ્રય્જી્ એક્ટની કલમ ૬૯ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. એજન્સીઓની કાર્યવાહી દરમિયાન વેપારી જૈનના ઘરની અંદરથી એક ભોંયરું મળી આવ્યું હતું અને ફ્લેટમાંથી ૩૦૦ ચાવીઓ મળી આવી હતી. આ રિકવરી અંગે ડ્ઢય્ય્ૈં તરફથી સત્તાવાર માહિતી આવવાની બાકી છે. હજુ સુધી કરાયેલી કાર્યવાહી દરમિયાન ૨૭૫ કિલો સોના-ચાંદી સાથે ૨૮૪ કરોડ કેશ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. રવિવારે ત્રીજા દિવસે જૈનના ઘર અને ફેક્ટરીમાં ઝ્રય્જી્ અને ૈં્નું સર્ચ ઓપરેશન યથાવત રહ્યું હતું. શનિવારે ઘરમાંથી ભોંયરું મળી આવ્યું હતું, જેમાથી ૨૫૦ કિલો ચાંદી અને ૨૫ કિલો સોનાની લગડીઓ મળી આવી હતી.ચાંદીની કિંમત આશરે ૨ કરોડ રૂપિયા જ્યારે સોનાની કિંમત ૧૨.૫૦ કરોડ રૂપિયા છે ભોંયરામાંથી ચલણી નોટો ભરેલી નવ કોથળા પણ મળ્યા હતા. જેમાં મોટાભાગે બે હજારની નોટ છે. જ્યારે અન્ય નોટો ૫૦૦ રૂપિયાની છે. નોટોની ગણતરી માટે મશીન મંગાવાયા હતા. વિજિલન્સ ટીમને જૈનના મકાનની અંદર અલગ-અલગ થેલાઓમાંથી ચાવીઓ મળી છે. તાળું તોડનારા એક કારીગરે જણાવ્યું હતું કે કુલ ૩૦૦ ચાવી છે. તેમને તાળામાં લગાવીને જાેવામાં તકલીફ થઇ રહી છે. જે તાળા ખૂબ પ્રયાસો બાદ પણ ખોલવામાં સફળતા નથી મળતી તેમને તોડવા માટે તેમને બોલાવવામાં આવે છે. કારીગરે જણાવ્યું હતું કે તેમણે શનિવારે ત્રણ મોટા તાળા તોડયા હતા જ્યારે બે જગ્યાએ આંકડી તોડી છે. કાનપુરમાં મોટાભાગના પાન મસાલા ઉત્પાદકો પીયૂષ જૈન પાસેથી પાન મસાલા ખરીદે છે. આ દરમિયાન કન્નૌજમાં બિઝનેસમેનના પૈતૃક ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ય્જી્ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલ એટલે કે ડ્ઢય્ય્ૈં અને આવકવેરા વિભાગે કાનપુરમાં કન્નૌજના પરફ્યુમ વેપારી પીયૂષ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તિજાેરીઓમાંથી એટલા પૈસા મળી આવ્યા કે નોટ ગણવા માટેના મશીનો બોલાવવામાં આવ્યા. કુલ આઠ મશીન દ્વારા નાણાંની ગણતરી કરવામાં આવી હતી.


