West Bengal

પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર ૫૩ ટકા મતદાન નોંધાયું

કોલકાતા
પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા બેઠક ઉપર પણ સાંજના ૫ વાગ્યા સુધીમાં ૫૩.૩૨ ટકા મતદાન નનોંધાયું હોવાનું ચૂંટણીપંચે કહ્યું હતુ. તે ુપરાંત રાજ્યના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલી શમશેરગંજ વિધાનસભા બેઠક અને જાંગીપુર વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી જ્યા અનુક્રમે ૭૮.૬૦ ટકા અને ૭૬.૧૨ ટકા મતદાન નોંધાયું હતુ. આ ત્રમ વિધાનસભા બેઠકો ઉપર કુલ ૬,૯૭,૧૬૪ મતદારોએ તેઓના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મમતા બેનરજીની સામે ભાજપના પ્રયંકા તિબરેવાલે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હતું, સજ્યારે સીપીઆઇ(ેમના શ્રીજીબ વિશ્વાસે પમભવાનીપુર બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી વહતી. મમતા બેનરજી પોતે પણ આ બેઠકના સત્તાવાર મતદાતા છે તેથી તેમણે પણ આ વિસ્તારમાં આવેલી મિત્રા સ્કુલમાં જઇને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જાે કે મતદાન દરમ્યાન કેટલાંક મતદાન મથકોએ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપનાવ કા૪યકરો વચ્ચે ઝપાઝપી થઇ હોવાની ઘટનાઓ નોંધાવી હતી પરંતુ સુરક્ષાદળો તાત્કાલિક સ્થિતિને કાબુમાં લઇ લીધી હતી. ઓરિસ્સાના પુરી જિલ્લામાં આવેલી પિપલી વિધાસભા બેઠક ુપર યોજાઇ ગયેલી પેટા ચૂંટણીમાં પણ શાતિપૂર્ણ રીતે ૬૮.૪૦ ટકા મતદાન થયું હતું અને ક્યાંથી કોઇ અનિશ્ચનિય ઘટના કે બનાવ નોંધાયો નહોતો.પશ્ચિમ બંગાળની અત્યંત હાઇ પ્રોપાઇલ ગણાતી ભવાનીપુર વિધાનસભા બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે શાંતિપૂણ રીતે મતદાન સંપન્ન થયું હતું અને ૫૩.૩૨ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આ બેઠક ઉપરથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ચૂંટણીના મેદાનમાં ઝુકાવ્યું હોઇ આ ચૂંટણી હાઇ પ્રોફાઇલ બની ગઇ હતી. બીજી બાજુ ઓરિસ્સાની પિપલી વિધાનસભા બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં સાંજના ૫ વાગ્યા સુધીમાં ૬૮.૪૦ ટકા જેટલા મતદારોે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *