National

ગરીબીને કારણે બળજબરીથી લગ્નો પર અફઘાનિસ્તાનમાં પ્રતિબંધ

કાબુલ
ઘણા દેશોએ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા આપવાની ના પાડી દીધી હતી. સાથે એવી માગ કરી હતી કે તાલિબાને એક લોકશાહી શાસન મુજબ કામ કરવું પડશે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવ્યા બાદ ગરીબીનું પ્રમાણ વધ્યું છે. ઘણા પરિવાર પોતાની પુત્રીઓને નાની વયે જ વેચવા લાગ્યા છે અને તેની ખરીદી લગ્નો માટે થઇ રહી છે. જ્યારે બળજબરીથી થતા લગ્નોનું પ્રમાણ પણ વધ્યું છે. જેના પર હાલ તાલિબાને પ્રતિબંધ મુક્યો છે. તાલિબાનના ટોચના નેતા હિબતુલ્લાહ અખુનઝાદાએ કહ્યું હતું કે મહિલાઓ અને પુરૂષો બન્નેને સમાન અધિકાર મળવા જાેઇએ. મહિલાઓને લગ્ન માટે કોઇ પણ પ્રકારનું દબાણ ન થવું જાેઇએ. જાેકે મહિલાના લગ્ન માટેની ઓછામાં ઓછી વય મર્યાદા કેટલી હોવી જાેઇએ તેની કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી. અગાઉ વય મર્યાદા ૧૬ વર્ષની રાખવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં મહિલાઓ સાથે વર્ષોથી ભેદભાવ થઇ રહ્યા છે. જાેકે હજુ પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.મહિલા વિરોધી ર્નિણયો લેનારા તાલિબાને હવે મહિલાઓના તરફેણમાં એક ર્નિણય લીધો છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં બળજબરીથી થતા લગ્નો પર પ્રતિબંધ મુકી દીધો છે. વિકસિત દેશોના દબાણ બાદ તાલિબાને આ પ્રકારના ર્નિણયો લેવાનું શરૂ કર્યું છે.

marriage-in-afghanistan-Banned.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *