આંધ્રપ્રદેશ
આંધ્ર પ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. એક દર્દનાક અકસ્માતમાં ૮ લોકો જીવતા ભૂંજાઈ જવાથી મોતના મુખમાં સમાઈ ગયા. એવું કહેવાય છે કે તડીમારી મંડલ જિલ્લાના ના ચીલ્લાકોન્ડિયાપલ્લી વિસ્તારમાં માં એક ઓટો હાઈ ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી જતા ૮ લોકો જીવતા ભૂંજાઈ ગયા. મળતી માહિતી મુજબ ઓટોમાં ૧૦ લોકો સવાર હોવાનું કહેવાય છે. . પોલીસે ઘટનાની જાણ થતા જ સ્થાનિકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. એવું કહેવાય છે કે કરંટ લાગવાથી આગ એટલી ઝડપથી ફેલાઈ કે કોઈને બચવાની તક જ ન મળી અને ઓટોમાં સવાર લોકો આ અકસ્માતનો ભોગ બની મોતના મુખમાં સમાઈ ગયા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભોગ બનેલા લોકો સવાર સવારમાં ખેતકામ માટે જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક રસ્તામાં આ અકસ્માત થયો. તમામ મૃતકો ગુડેમપલ્લી ગામના રહીશ હતા.