ચંદીગઢ
પંજાબની ભગવંત માન સરકારે તેના પ્રથમ બજેટમાં ૩૦૦ યુનિટ મફત વીજળીનુ વચન પૂરુ કર્યુ હતુ. ૧ જુલાઈથી રાજ્યમાં ૩૦૦ યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવી રહી છે. નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ રાજ્યનુ બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે પંજાબના દરેક ઘરને હવે ૧ જુલાઈથી દર મહિને ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે. સરકાર આ યોજનાના ખર્ચ માટે નાણાકીય વ્યવસ્થા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ બજેટમાં શિક્ષણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. દિલ્લીને મળશે ૩૨૩૭ બેડવાળી ચાર હૉસ્પિટલોની ભેટ, સિસોદિયાએ અધિકારીઓને આપ્યા આ નિર્દેશદિલ્લીને મળશે ૩૨૩૭ બેડવાળી ચાર હૉસ્પિટલોની ભેટ, સિસોદિયાએ અધિકારીઓને આપ્યા આ નિર્દેશ પંજાબમાં શાળા અને ઉચ્ચ શિક્ષણ માટેના બજેટમાં ૧૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ટેકનિકલ શિક્ષણના બજેટમાં ૪૭ ટકા અને તબીબી શિક્ષણના બજેટમાં ૫૭ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પંજાબમાં શાળાઓની જાળવણી માટે એસ્ટેટ મેનેજરોની નિમણૂક કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. પંજાબની સરકારી શાળાઓમાં એસ્ટેટ મેનેજરની નિમણૂક કરવામાં આવશે જેથી આચાર્ય માત્ર શિક્ષણ સંબંધિત કામ પર ધ્યાન આપી શકે. હરપાલ ચીમાએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કુલ રૂ. ૧,૫૫,૮૭૦ કરોડના બજેટની દરખાસ્ત કરી હતી. આ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની સરખામણીમાં ૨૩%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ય્જીડ્ઢઁ પર અસરકારક બાકી લોન ૪૫.૩૩% છે.પંજાબ સરકારે સરહદ પર શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે મોટો ર્નિણય લીધો છે. પંજાબ સરકારે ર્નિણય કર્યો છે કે સરહદ પર શહીદ થયેલા જવાનના પરિવારને ૧ કરોડ રૂપિયા આપવામાં આવશે. પંજાબના સીએમ ભગવંત માને ચંદીગઢમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે આ રકમ સૈનિકોના બલિદાન સમાન નથી પરંતુ અમે પરિવારને ૧ કરોડની રકમ આપીશુ જેથી પરિવારને કોઈ આર્થિક સંકટ ન આવે. જ્યારથી ભગવંત માન પંજાબના સીએમ બન્યા છે ત્યારથી તેઓ પોતાના ર્નિણયોને કારણે ચર્ચામાં રહે છે. ૩૦૦ યુનિટ વીજળી ફ્રી કરવાનો ર્નિણય હોય કે શહીદના પરિવારને ૧ કરોડ રૂપિયા આપવાનો ર્નિણય હોય તે લોકોમાં સ્થાન બનાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે.

