Gujarat

રાજકોટ ગાંધીગ્રામ યુનીવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના મર્ડરના બનાવમાં ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ ગાંધીગ્રામ યુનીવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના મર્ડરના બનાવમાં ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ યુનીવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે આવેલ શિવાલીક એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૨ માં રહેતા અલ્તાફભાઇ લાલાણી નાઓએ તેઓની પત્ની શિલ્પાબેન ઉ.૪૦ નાઓને હથોડીના ઉપરા ઉપરી માંથામાં ધા મારી મોત નિપજાવી આ કામે આરોપી શિલ્પાબેનના પતી અલ્તાફભાઇ લાલાણી ગુનો કરી નાશી ગયેલ હોય. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્રારા આ કામે આરોપી અલ્તાફભાઇ લાલાણી ને તાત્કાલીક પકડવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓ આ કામે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં પકડવા માટે સતત પ્રયત્નશીલ હોય. ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સથી આ કામે આરોપીને ગણતરીની કલાકોમાં વંથલી ટોલનાકા પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અલ્તાફભાઇ જાફરઅલી લાલાણી-ખોજા ઉ.પર રહે.શિવાલીક એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૨ રૈયા ટેલિફોન એક્સ્ચેન્જ પાસે રાજકોટ મુળ.ચોરવાડ જી.ગીરસોમનાથ. રાજકોટ ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સહીંતા ની કલલ-૧૦૩(૧), ૩૫૧(૩) મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260529-WA0067.jpg